- Coronavirus
- રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, જાણો 24 કલાકના આંકડા
રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, જાણો 24 કલાકના આંકડા

રાજ્ય અને દેશમાં કોરોના પોઝિટિવ કેસો ફરીથી ધીમે ધીમે વધવા લાગ્યા છે. કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધતું હોવાના કારણે લોકોએ તકેદારી રાખવાની વધુ જરૂર છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 પોઝિટિવ કેસો નોંધાયા હતા અને 49 દર્દીઓ સાજા થયા હતા. તો બીજી તરફ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. રાજ્યમાં જે 53 કેસો 24 કલાકમાં નોંધાયા છે તેમાંથી અમદાવાદ શહેરમાં 9, સુરત શહેરમાં 3, વલસાડ જિલ્લામાં 3, રાજકોટમાં 2, આણંદ, મહેસાણા, તાપી, વડોદરા અને અમદાવાદ જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં 31 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જે રીતે પહેલી-બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં વધ્યું હતું તે રીતે ફરીથી રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. લોકો માટે રાહતની વાત એ છે કે, 28 જિલ્લા અને 4 શહેરોમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને રિકવરી રેટ 99.08 ટકા પર સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો 12,25,488 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને અત્યાર સુધીમાં રાજ્યમાં 12,14,227 લોકો કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા હતા.
જૂન મહિનાની શરૂઆતથી રાજ્યમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો 1 જૂનના રોજ 40, 2 જૂનના રોજ 50, 3 જૂનના રોજ 46, 4 જૂનના રોજ 56, 5 જૂનના રોજ 68 અને 6 જૂનના રોજ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા.
મહત્ત્વની વાત છે કે, કોરોના સંક્રમણ રાજ્યમાં ઘટી ગયું હોવાના કારણે ફરીથી લોકો પોતાની રૂટિન લાઈફ જીવી રહ્યા છે પરંતુ ઘણા લોકોને એવું છે કે, કોરોના રહ્યો નથી અને તેઓ કોરોનાથી બચવાના ઉપાયો હતા તેના પ્રત્યે તકેદારી રાખતા નથી. રાજ્યમાં મોટાભાગના શહેરો કે ગામડાંઓમાં મોટાભાગના લોકો માસ્ક પહેરતા નથી. તો ઠેર-ઠેર જગ્યા ઉપર સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થઇ રહ્યો છે. તો બીજી તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ દ્વારા રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં સંમેલનો અને રેલીઓ કાઢવામાં આવી રહી છે. આ તમામ રાજકીય કાર્યક્રમમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થઇ રહ્યો છે. ત્યારે સરકારે કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધે તે પહેલા જ નિયમોનું પાલન ફરીથી શરૂ કરવું જોઈએ જેથી કોરોનાનું સંક્રમણ આગળ વધતા પહેલા જ તેને અટકાવી શકાય.
Related Posts
Top News
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ
Opinion
