- Coronavirus
- દિલ્હીમાં દરરોજ કોરોનાથી થઈ રહ્યા છે 8-10 મોત, દેશ માટે આંકડા છે ડરામણા
દિલ્હીમાં દરરોજ કોરોનાથી થઈ રહ્યા છે 8-10 મોત, દેશ માટે આંકડા છે ડરામણા

દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ બે હજાર કે તેથી વધુ નવા કેસ આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મૃત્યુઆંક ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં દરરોજ સરેરાશ 8 થી 10 દર્દીઓના મોત થઈ રહ્યા છે. તો કોરોનાથી સંક્રમિત દર્દીઓની હોસ્પિટલમાં દાખલની સંખ્યામાં પણ વધારો થયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હું દરેકને કોવિડના નિયમોનું પાલન કરવાની અપીલ કરું છું. આપણે કોવિડ-19 ના ચેપમાં વધારો જોઈ રહ્યા છીએ, સતત ઉચ્ચ સંક્રમણ દર અને લોકો ફરીથી સંક્રમિત થઈ રહ્યા છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે સમજીએ કે મહામારી હજી સમાપ્ત થઈ નથી અને હું બધાને અપીલ કરું છું કે લોકો કોરોના નિયમોનું સખ્તપણે પાલન કરે.
હેલ્થ એક્સપર્ટ ડૉ. સુનિલા ગર્ગે NDTV સાથે વાત કરતાં કહ્યું છે કે કોરોનાથી રિકવરી રેટ સારો છે, પરંતુ કેસ વધી રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં 9,000 થી વધુ (કોવિડ) બેડ પર દર્દીઓ છે. હાલમાં, 2,129 ICU બેડમાંથી, 20 દર્દીઓ દાખલ છે જ્યારે 65 દર્દીઓ વેન્ટિલેશન પર છે.સાથે તેમણે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે.
We are witnessing a rise in COVID19 infections, consistently high positivity & cases of reinfection.
— LG Delhi (@LtGovDelhi) August 16, 2022
It is essential that we realize that the pandemic is far from over.
I appeal to all to strictly adhere to COVID Appropriate Behaviour.
We cannot afford to let our guards down.
આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, સોમવારે દિલ્હીમાં કોરોનાથી આઠ મૃત્યુ નોંધાયા હતા. જ્યારે 1,227 નવા કેસ નોંધાયા છે. 14 ઓગસ્ટે કોરોનાના 2162 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 5 દર્દીઓના મોત થયા હતા. તો, શનિવારે દિલ્હીમાં કોરોનાના 2031 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 9 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા હવે દક્ષિણ દિલ્હીનું પ્રશાસન ખૂબ જ સતર્ક થઈ ગયું છે. જે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તેમની સામે વહીવટીતંત્ર હવે કડક પગલાં લેશે.
Related Posts
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
