ભારતમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ, WHOના ડૉક્ટરે કહ્યું...

ભારતમાં H3N2ની સાથે જ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. નવા કેસોના વધારા પાછળ કોરાનાના XBB વેરિયન્ટના સબ વેરિયન્ટ XBB 1.16 અને XBB 1.15 હોય શકે છે.

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. લગભગ 4 મહિના પછી ગુરુવારે દેશમાં કોરોનાના 700થી વધારે કેસો નોંધાયા છે. એવામાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 4623 થઇ ગઇ છે. છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના જે કેસ વધી રહ્યા છે તેની પાછળ કોરાનાના XBB વેરિયન્ટના સબ વેરિયન્ટ XBB 1.16 અને XBB 1.15 હોય શકે છે એવું જાણકારો માની રહ્યા છે.

 અનેક દેશોમાં આ વેરિયન્ટ દેખાયા પછી હવે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. ચીન, સિંગાપોર, અમેરિકા સહિતના દેશોમાં આ વેરિયન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વેરિયન્ટને કારણે નવી લહેરની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

કોવિડ કેસો પર નજર રાખનારા એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મના જણાવ્યા મુજબ, ભારતમાં અત્યારે કોરોનાના XBB.16 વેરિયન્ટના સૌથી વધારે કેસો નોંધાયા છે. ભારતમાં 48 કેસો, સિંગાપોરમાં 14 અને અમેરિકામાં 15 કેસો નોંધાયા છે.

CovSPECTRUMના કહેવા મુજબ XBB 1.16 એ XBB 1.15માંથી નથી નિકળ્યો બલ્કે બંને વેરિયન્ટ XBB વેરિયન્ટ બન્યો છે. એક ટોચના જીનોમ નિષ્ણાતે એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, XBB વેરિયન્ટ ભારતમાં હાવી છે અને ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાંક રાજયોમાં ઝડપથી નવા કેસો આવી રહ્યા છે. જો કે હજુ વધુ સેમ્પલો આવશે પછી વધારે સ્પષ્ટતા થઇ શકશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ( WHO)ના વેક્સીન સેફ્ટી નેટના સભ્ય ડો. વિપિન વશિષ્ઠનું કહેવું છે કે, XBB.1 વેરિઅન્ટનો વંશજ, XBB.1.5 વિશ્વભરમાં પ્રબળ બન્યો હતો પરંતુ ભારતમાં નહીં. વૈશ્વિક સ્તરે XBB.1.16 વિશે ચિંતા છે કારણ કે આ સબવેરિયન્ટ વાયરસના નોન-સ્પાઇક પ્રદેશમાં મળી આવ્યો હોઈ શકે છે. ત્યાં કેટલાક પરિવર્તનો થયા છે જે રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.

અત્યાર સુધી આ નવા ફરતા કોવિડ વેરિઅન્ટ XBB 1.16 થી સંબંધિત કોઈ વિશિષ્ટ લક્ષણોની જાણ કરવામાં આવી નથી. કોવિડના ક્રોનિક લક્ષણો જે સંક્રમણની પુષ્ટિ કરે છે જેમ કે માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, ગળામાં દુખાવો, વહેતું નાક અને ઉધરસ વગેરે પણ આ પ્રકારના લક્ષણો હોઈ શકે છે. આ સિવાય કેટલાક લોકોને પેટમાં દુખાવો અને અસ્વસ્થતા અને ઝાડા થવાની ફરિયાદ પણ થઈ શકે છે.

ભારતના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાણકારી આપી હતી કે ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 734 નવા કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાની કુલ સંખ્યા 4.46 કરોડ સુધી પહોંચી ગઇ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.