સિવિલ પરીક્ષામાં જો તમે પરીક્ષા પાસ કરી હોય, પરંતુ ઇન્ટરવ્યૂમાં ફેઇલ થઇ ગયા હો તો ચિંતા કરવાની જરૂર નથી. UPSCએ ‘UPSC પ્રતિભા’નામથી પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં ઇન્ટરવ્યૂમાં નિષ્ફળ જનારા ઉમેદવારોની યાદી રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારના મંત્રાલય કે ખાનગી કંપનીઓને જો નોકરી માટે ઉમેદવારની જરૂર હોય તો આ યાદીનો ઉપયોગ કરી શકે છે.
UPSCનું માનવું છે કે જે ઉમેદવારો પરીક્ષા પાસ કરી હોય અને ભલે ઇન્ટરવ્યૂમાં ફેઇલ થયા હોય એવા ઉમેદવારો હોંશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય છે એટલે એમને નોકરીને તક મળી શકે.
UPSCમાં દર વર્ષે લાખો ઉમેદવારો પરીક્ષા આપે છે, પરંતુ ઇન્ટરવ્યૂ સુધી માંડ ત્રણેક હજાર ઉમેદવારો જ પહોંચી શકે છે અને તેમાંથી ઇન્ટરવ્યૂમાં સફળ તો માત્ર 1000 વિદ્યાર્થી જ થાય છે.