22 વર્ષની ઉંમરે કરેલી નોકરીની અરજી જવાબ મળ્યો 70 વર્ષે, જાણો શું હતું કારણ

ઉર્દૂ ગઝલના જાણીતા કવિ ડાઘ દેહલવીના શેરની એક પંક્તિ છે ને કે ‘બહુત દેર કી મહેરબા આતે આતે’. આનો અર્થ થાય છે કે હવે આવવાનો શું ફાયદો, જ્યારે આવવાનો કોઈ મતલબ નથી રહ્યો. આ શેર કોઈ વ્યક્તિની રાહ જોવાની પીડાનું વર્ણન કરે છે, પરંતુ અહીં વાત થઇ રહી છે નોકરીના એક આવેદનની, જેનો જવાબ આવવામાં 48 વર્ષ લાગી ગયા. તમે ફક્ત કલ્પના કરો કે કોઈ વસ્તુની રાહ જોતા જોતા કેટલીય રાતો પસાર કરી હોય, અને જ્યારે જવાબ આવે તો તેનો કોઈ મતલબ ના રહે.

48 વર્ષ પછી મળ્યો જવાબ, જાણો શું છે કહાણી

આ વાત છે ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલાની જેનું નામ છે ટીઝી હેડ્સ, જેણે તેની યુવાનીમાં એક નોકરી માટે અરજી કરી હતી. તેને ઉમ્મીદ હતી કે તે નોકરી તેને મળી જ જશે અને તે ઉમ્મીદ સાથે ઘણા દિવસો સુધી  અરજીના જવાબની રાહ પણ જોઈ. પરંતુ તેને તેમાં નિરાશા મળી અને અરજી નો કોઈ જવાબ આવ્યો નહીં. તમને જાણીને નવાઈ લાગશે કે યુવાનીમાં કરેલી અરજીનો જવાબ મહિલાને વૃદ્ધાવસ્થામાં મળ્યો, તેને 48 વર્ષ પછી ખબર પડી કે તે અરજીનો જવાબ આટલો મોડો આવવાનું કારણ શું છે.

70 વર્ષની ઉંમરે મળ્યું અધરું સપનું

હાલમાં ટીઝી હેડ્સ 70 વર્ષની થઇ ગઇ છે અને ઇંગ્લેન્ડના લિંકનશાયરના  ગેડને હિલમાં રહે છે. તાજેતરમાં તેને પોસ્ટ દ્વારા કે કવર મળ્યું. કવરને ખોલી ને જોતા તે પણ આશ્ચર્યચકિત થઇ ગઇ, કારણ કે તેમાં તેણે 48 વર્ષ પહેલા નોકરી માટે કરેલી અરજીનો જવાબ હતો. તમને જણાવી દઈએ કે ટીઝી હેડ્સ મોટરસાઇકલ સ્ટંટ રાઇડર બનવા ઈચ્છતિ હતી અને તેની નોકરી માટે તેણે જાન્યુઆરી 1976માં એક અરજી કરી હતી.

પોસ્ટ ઓફીસની હતી ભૂલ

પત્રની ઉપર લખેલું હતું કે પોસ્ટ ઓફિસના એક ડ્રોઅરની પાછળ ભૂલથી આ પત્ર જતો રહ્યો હતો એટલે સમયસર ડીલીવરી થઇ શક્યો નથી. એટલા માટે આ કવર લગભગ 5૦ વર્ષ પછી તમને પહોંચાડવામાં આવે છે.

જો કે પોસ્ટ ઓફિસની આ ભૂલ છતાં તેમના કરિયર પર કોઈ ખરાબ અસર પડી નથી. કેમ કે તેને જીવનમાં બાઈક સ્ટંટ કરી ઘણી ખ્યાતિ મેળવી છે. નવાઈની વાત એ છે કે ટીઝી હેડ્સે એ 4-5 વખત દેશ અને 50થી વધુ વખત ઘર બદલ્યા છતાં પોસ્ટ વિભાગને તેને પત્ર પહોંચાડવામાં સફળતા મળી.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.