- Entertainment
- યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની ધનશ્રી વર્માનો ખુલાસો: “લગ્નના બીજા જ મહિનામાં દગો પકડી લીધો હતો”
યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની ધનશ્રી વર્માનો ખુલાસો: “લગ્નના બીજા જ મહિનામાં દગો પકડી લીધો હતો”
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની અને જાણીતી કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા હાલમાં એક રિયાલિટી શો ‘રાઈઝ એન્ડ ફોલ’માં કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લઈ રહી છે.અશ્નીર ગ્રોવર આ શોને હોસ્ટ કરી રહ્યા છે. શોના તાજેતરના એપિસોડમાં ધનશ્રીએ તેમના તૂટેલા લગ્ન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
એપિસોડ દરમિયાન અભિનેત્રી કુબ્રા સૈત સાથે વાત કરતાં ધનશ્રીએ જણાવ્યું કે લગ્નના ખાલી બીજા જ મહિનામાં તેને ખબર પડી ગઈ હતી કે આ સંબંધ આગળ નહીં ચાલે. તેણે કહ્યું, “બીજા જ મહિનામાં પકડી લીધો... ત્યારે જ સમજાઈ ગયું કે આ લગ્ન ચાલવાના નથી.” આ વાત સાંભળીને કુબ્રા નવાઈ પામી ગઈ. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ધનશ્રીએ અગાઉ પણ શોમાં છૂટાછેડા અંગે વાત કરી હતી. તેણે સ્પષ્ટ કર્યું હતું કે એલિમની લેવાની અફવા ખોટી છે. તેને કહ્યું કે, “આપસી સહમતિથી બધું ખૂબ જલદી પૂરું થઈ ગયું. એટલે જ્યારે લોકો એલિમનીની વાત કરે છે, તે સાચું નથી. હું ખાલી એ લોકોને સમજાવું છું, જે મારી માટે મહત્વના છે.”
https://www.instagram.com/reel/DPLiBxAD5DO/?utm_source=ig_web_copy_link
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલનું લગ્ન જીવન લગભગ ચાર વર્ષ ચાલ્યું. બંનેએ 2020ના લોકડાઉન દરમિયાન ઓનલાઇન ડાન્સ ક્લાસિસ મારફતે ઓળખાણ કરી હતી. થોડા મહિના ડેટ કર્યા બાદ ડિસેમ્બર 2020માં ગુડગાંવમાં લગ્ન કર્યા. આ વર્ષે માર્ચમાં બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરી હતી.
ફેબ્રુઆરી 2025માં તેમને બાંદ્રાની ફેમિલી કોર્ટ બહાર જોવા મળ્યાdhanashree- હતા, જ્યાં તેમણે આપસી સહમતિથી લગ્ન વિચ્છેદ પૂર્ણ કર્યો હતો.

