ભાજપના નેતાથી પરેશાન ઉર્ફી જાવેદ ફરિયાદ કરવા મહિલા આયોગ પહોંચી

ભાજપ નેતા ચિત્રા વાઘ અને ઉર્ફી જાવેદ વચ્ચે શરૂ થયેલું કોલ્ડ વોર અટકવાનું નામ નથી લઇ રહ્યું. ચિત્રા વાઘે ઉર્ફી જાવેદ પર સાર્વજનિક જગ્યા પર અશ્લિલતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતાનું કહેવું છે કે, ઉર્ફી જાવેદ મુંબઇની સડકો પર જે રીતના કપડા પહેરીને ફરે છે, તેનાથી લોકોમાં ખોટો મેસેજ જાય છે. જ્યારે, હવે ઉર્ફી જાવેદે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગમાં ચિત્રા વાઘ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

થોડા સમય પહેલા ઉર્ફી જાવેદે ચિત્રા વાઘને લઇને કથિત મીડિયા પોસ્ટ કરી હતી. પોસ્ટ દ્વારા ઉર્ફીએ કહ્યું કે, તે કોઇનાથી ડરતી નથી. તે કંઇ ખોટું નથી કરી રહી. ઉર્ફીનું સ્ટેટમેન્ટ આવ્યા બાદ પણ ચિત્રા વાઘ શાંત થયા અને તેમણે મુંબઇ પોલીસ કમિશ્નરને મળીને આ મુદ્દે વાત કરી. જ્યારે, શુક્રવારે ઉર્ફી જાવેદે પણ ચિત્રા વાઘની ફરિયાદને લઇને મહારાષ્ટ્ર મહિલા આયોગ પાસે પહોંચી. ઉર્ફીએ પોતાના વકીલ સાથે મહિલા આયોગના ચેરપર્સન રૂપાલી ચાકણકર સાથે મુલાકાત કરી. ઉર્ફી જાવેદનું કહેવું છે ક, તેને લઇને કરવામાં આવેલી વાઘની ટિપ્પણીઓથી મોબ લિચિંગ થવાનું જોખમ છે.

મીડિયા સાથેની વાતચીતમાં ઉર્ફીએ વકીલ સતપુતેને કહ્યું કે, ઉર્ફી જાવેદને ધમકાવવા માટે અમારે વાઘ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. સત્તાધારી પાર્ટીનું કોઇ સભ્ય ધમકી આપી રહ્યું છે. તેનો મતલબ એ છે કે સરકાર તેનું સમર્થન કરે છે. આ રીતની કોમેન્ટ્સ ઉર્ફી જાવેદને નુકસાન પહોંચાડી શકે છે. વાઘ આગળ આ પ્રકારની ટિપ્પણીઓ ન કરે, અમે તેને રોકાવ માટે મુંબઇ પોલીસ સાથે પણ સંપર્ક કરીશું.

હાલમાં જ ચિત્રા વાઘે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગીની આલોચના કરી હતી. ચિત્રા વાઘે મહિલા આયોગ પર આરોપ લગાવતા કહ્યું કે, તે તેના પર રાજકારણ રમી રહ્યા છે. ચિત્રા વાઘે રાજ્ય મહિલા આયોગ સાથે ઉર્ફી જાવેદ વિરૂદ્ધ એક્શન લેવાની માગણી કરી હતી, પણ તેમણે કોઇ પ્રકારનું એક્શન ન લીધું. ચિત્રા વાઘ અને ઉર્ફી જાવેદ બન્ને જ એક બીજા વિરૂદ્ધ એક્શન લેવાની માગણી કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે, આગળ જઇને આ મુદ્દો કઇ રીતે શાંત થાય છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.