રિતિક રોશન ડિપ્રેશનનો થયો હતો શિકાર, વર્ષો પછી કર્યો આ ખુલાસો

રિતિક રોશન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ સ્ટાર્સમાંથી એક છે. તેણે નવા વર્ષ નિમિત્તે તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને હલચલ મચાવી દીધી છે. ફોટામાં, અભિનેતા તેના સિક્સ પેક એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. હવે રિતિક રોશને વોરના શૂટિંગ દરમિયાન તેના ફિઝિકલ ટ્રાંસફોર્મેશનની સાથે સાથે તેની મેન્ટલ હેલ્થ વિશે વાત કરી. રિતિકે કહ્યું કે તેને લાગ્યું કે તે શૂટિંગ દરમિયાન મરી રહ્યો છે. તે ડિપ્રેશનની આરે પહોંચી ગયો હતો.

રિતિક રોશને ફિટનેસ ટ્રેનર ક્રિસ ગેથિનના પોડકાસ્ટ શોમાં કહ્યું, 'મને લાગ્યું કે હું મરી રહ્યો છું, જ્યારે હું ફિલ્મ વોર ફિલ્મ માટે કામ કરી રહ્યો હતો. હું ફિલ્મ માટે તૈયાર નહોતો. હું એક મોટા પડકાર સામે હતો. હું પરફેક્શન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના માટે હું બિલકુલ તૈયાર નહોતો. આ ફિલ્મ પછી હું adrenaline fatigueનો શિકાર બની ગયો. ત્રણથી ચાર મહિના મેં કોઈ ટ્રેનિંગ ના લીધી, કારણકે મારી તબિયત સારી ન હતી. હું લગભગ ડિપ્રેશનની આરે હતો. પછી મને ખબર પડી કે હવે મારે જીવનમાં બદલાવ લાવવાની જરૂર છે.

ઍક્શન થ્રિલર ફિલ્મ વૉર ઑક્ટોબર 2019ના મહિનામાં રીલિઝ થઈ હતી જેમાં રિતિક રોશને ટાઈગર શ્રોફ અને વાણી કપૂર સાથે કામ કર્યું હતું. તે રિતિક રોશનની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ સાબિત થઈ. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિતિક રોશન છેલ્લે વિક્રમ વેધામાં જોવા મળ્યો હતો, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાને પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. જો કે આ ફિલ્મ ચાલી ન હતી, પરંતુ રિતિક અને સૈફની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે રિતિક રોશન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે, જેમાં તેની જોડી દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.