ખતરોં કે ખિલાડી-બિગ બોસ 19નો સાથ પ્રોડ્યૂસરે કેમ છોડી દીધો, શું આ વખતે નહીં જોવા મળે બંને શૉ

રિયાલિટી શૉના બાપ એટલે કે બિગ બોસ અને સ્ટંટ શૉ ખતરોં કે ખિલાડીની આગામી સીઝન પર તલવાર લટકી રહી છે. શૉના પ્રોડ્યુસર બનિજય એશિયા (એન્ડેમોલ શાઇન ઇન્ડિયા)એ પ્રોડ્યૂસર તરીકે કલર્સ ચેનલનો સાથ છોડ્યો છે, નવી સીઝનને લઇને મેકર્સની બધી તૈયારીઓ અધ્ધર લટકી ગઇ છે. બી.બી. લવર્સ અને શૉ સાથે જોડાયેલા લોકોને પણ ઝટકો લાગ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, બનિજય એશિયાના આંતરિક વિવાદોને કારણે એન્ડેમોલે ચેનલ સાથેનો પોતાનો સંબંધ તોડી નાખ્યો. આ વિવાદ 2 મહિના અગાઉ શરૂ થયો હતો. ત્યારબાદ બનિજય એશિયાએ 2 અઠવાડિયા અગાઉ આ શૉમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો.

આ સમગ્ર મામલે કલર્સ અને બનિજય એશિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર બિગ બોસ અને ખતરોં કે ખિલાડી ઓનએર નહીં થાય તેવા સમાચાર છે. તો કેટલાકનું કહેવું છે કે મેકર્સ નવા પ્રોડ્યૂસરની શોધમાં છે. તમામ સમાચારો વચ્ચે, ચાલો આ અહીં જાણીએ કે આ બે શૉનું ભવિષ્ય શું રહેવાનુ છે.

khatron ke khiladi
navbharattimes.indiatimes.com

 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બિગ બોસ અને ખતરોં કે ખિલાડીની આગામી સીઝન કેન્સલ નહીં થાય, પરંતુ પોસ્ટપોન કરવામાં આવશે. કલર્સ ચેનલ નવા પ્રોડ્યૂસર્સની શોધમાં છે. બંને રિયાલિટી શૉ આ જ વર્ષે પ્રસારિત થશે. કહેવામાં આવી રહ્યું છે કે નવા પ્રોડક્શન હાઉસની એન્ટ્રીને કારણે શૉમાં ઘણા નવા બદલાવ આવી શકે છે. ફેન્સને નવા ટ્વીસ્ટ જોવા મળશે. એવું પણ સાંભળવા મળ્યું છે કે બિગ બોસ હવે સોની ટીવી પર જોવા મળી શકે છે.

એવી અટકળો છે કે, બિગ બોસ 18ના નબળા પ્રદર્શન અને સતત ઘટતા TRPને કારણે બનિજયે હાથ પાછળ ખેંચી લીધા છે. તેમણે ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા પડ્યા હતા. પ્રોડક્શન કંપની પાછલી બિગ બોસ સીઝનમાં કેટલાક કન્ટેસ્ટેન્ટ્સને લઈને થયેલા બાયસ્ડ નિર્ણયોની વિરુદ્ધ હતી. એટલે પણ તેમણે બિગ બોસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો. ખતરોં કે ખિલાડી 15 જુલાઈ ત્રીજા કે ચોથા અઠવાડિયા માટે શેડ્યૂલ હતો. હવે તેને ઑગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. તો, બિગ બોસ OTT 4ને લઈને કોઈ અપડેટ નથી.

khatron ke khiladi
timesnowhindi.com

 

સામાન્ય રીતે OTT વર્ઝન જૂનમાં પ્રીમિયર થાય છે. બિગ બોસ 19ની વાત કરીએ તો, તે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં શરૂ થાય છે. પરંતુ જો વિવાદને કારણે ખતરોં કે ખિલાડીની તારીખ આગળ વધી, તો બિગ બોસ 19 પણ પોસ્ટપોન થઈ જશે. ખતરોં કે ખિલાડી સલમાનના શૉ અગાઉ ઓનએર થાય છે. સ્ટંટ શૉ માટે કેટલીક સેલિબ્રિટીઓને લોક કરી લેવામાં આવ્યા હતા. બાકીના લોકો સાથે વાતચીત ચાલી રહી હતી. ઓરી, ઈશા માલવિયા, મુનવ્વર ફારૂકી, ખુશ્બુ પટાની, નીરજ ગોયતના નામ ટેન્ટેટિવ ​​લિસ્ટમાં હતા. હવે જોવાનું એ રહેશે કે બિગ બોસ અને ખતરોં કે ખિલાડીને લઈને શું નિર્ણય આવે છે.

Related Posts

Top News

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Copyright (c) Khabarchhe All Rights Reserved.