લિએન્ડર પેસ સાથે કિમ શર્માના સંબંધો આગળ ન વધી શક્યા, થયું બ્રેકઅપ

લાગે છે કે અભિનેત્રી કિમ શર્માનું દિલ ફરી એકવાર તૂટી ગયું છે. ટેનિસ ચેમ્પિયન લિએન્ડર પેસ સાથે તેના અલગ થવાના અહેવાલો સામે આવ્યા છે. બંનેએ વર્ષ 2022માં સોશિયલ મીડિયા પર સંબંધોમાં હોવાની સાબિતી આપી હતી.

'મોહબ્બતેં' ફેમ અભિનેત્રી કિમ શર્માની લવ લાઈફ ફરી એકવાર ચર્ચામાં છે. તે અને ટેનિસ ચેમ્પિયન લિએન્ડર પેસ એકબીજાને ડેટ કરતા હતા. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેની સત્તાવાર જાહેરાત પણ કરી હતી. તેઓ વેકેશનના ફરવા ગયા હતા તેના ફોટા પણ વાયરલ થયા હતા, જેમાં તેઓ ગોવામાં સાથે રજાઓ મનાવતા જોવા મળ્યા હતા. તે સમયે તો ત્યાં સુધીની ખબર ફેલાઈ ગઈ હતી કે, તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરશે પરંતુ હમણાં તાજેતરના અહેવાલો અનુસાર, તેઓ અલગ થઈ ગયા છે. કિમ શર્મા અને લિએન્ડર પેસનું બ્રેકઅપ થઈ ગયું છે.

કિમ શર્માનું નામ પહેલા ક્રિકેટર યુવરાજ સિંહ સાથે જોડાયું હતું. બંનેએ એકબીજાને 4 વર્ષ સુધી ડેટ કર્યા હતા પરંતુ પછી તેમના સંબંધોનો અંત આવ્યો હતો. કિમ અને લિએન્ડર વિશે, મીડિયાએ તેના એક અહેવાલમાં કહ્યું હતું કે, 'એવું લાગે છે કે કપલ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. સૂત્રના જણાવ્યા અનુસાર બંને વચ્ચે અણબનાવ થયો હોઈ શકે એમ છે. કિમ શર્મા હાલમાં જ અલાના પાંડેના લગ્નમાં જોવા મળી હતી. જ્યાં લિએન્ડર પેસ હાજર રહ્યો નહોતો. આ સિવાય આનો સૌથી મોટો સંકેત એ છે કે, તેમની બીજી ડેટિંગ એનિવર્સરી એટલે કે 28 માર્ચના દિવસે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ નહોતી.

2022માં, લિએન્ડર પેસે કિમ માટે પ્રેમ વ્યક્ત કરતી તસવીરો શેર કરી અને લખ્યું, 'હેપ્પી એનિવર્સરી. 365 દિવસની યાદો અને રોજેરોજ સાથે જીવનની સફર માટે કિમનો આભાર.'

સૂત્રએ એમ પણ ઉમેર્યું હતું કે, 'લિએન્ડર પેસ અને કિમ શર્માના સંબંધોનો અંત સારી રીતે સમાપ્ત થયો નથી. ભવિષ્યને લઈને તેમને ચિંતાઓ છે. ગયા વર્ષે આવેલા તેમના કોર્ટ મેરેજ થયાના સમાચાર એક અફવા જ હતી. કિમ શર્મા અને લિએન્ડર પેસે આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ પણ કહ્યું નથી.

લિએન્ડર પેસ અગાઉ રિયા પિલ્લઈ સાથે રિલેશનશિપમાં હતો, જેનાથી તેને એક દીકરી પણ છે. જ્યારે, કિમ શર્માના સંબંધો કથિત રીતે હર્ષવર્ધન રાણે સાથે હતા.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.