મહેશ ભટ્ટને અનુપમ ખેરે સ્ટેજ પરથી ઉતાર્યા નીચે,ગુસ્સામાં હાથ મિલાવીને કહ્યું...

વિક્રમ ભટ્ટ હોરર જોનરની ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે. ટૂંક સમયમાં વિક્રમ ભટ્ટની નવી ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે. તેમની નવી ફિલ્મનું નામ 'તુમકો મેરી કસમ' છે જે એક થ્રિલર ફિલ્મ છે અને તાજેતરમાં તેનું ટ્રેલર મુંબઈમાં એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના લોન્ચિંગ સમયે ફિલ્મની આખી કાસ્ટ હાજર હતી. અનુપમ ખેર, અદા શર્મા અને ઇશ્વક સિંહ આ થ્રિલર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા મહેશ ભટ્ટ 'તુમકો મેરી કસમ'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પહોંચ્યા હતા. આ ઈવેન્ટનો એક વીડિયો હવે હેડલાઇન્સમાં છે. વીડિયો જોયા પછી, નેટીઝન્સ કહે છે કે અનુપમ ખેરે મહેશ ભટ્ટનું અપમાન કર્યું છે.

anupam-kher-mahesh-bhatt1

મહેશ ભટ્ટને અનુપમ ખેરે કહી આ વાત

વીડિયોમાં, અનુપમ ખેર બધાની સામે મહેશ ભટ્ટને સ્ટેજ પરથી નીચે આવવાનું કહેતા જોઈ શકાય છે. વીડિયો જોયા પછી, યુઝર્સ કહી રહ્યા છે કે તે આ કેવી રીતે કરી શકે છે, કારણ કે અનુપમ ખેરે મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં પણ કામ કર્યું છે. વીડિયોમાં, અનુપમ ખેર અદા શર્મા, ઇશ્વક સિંહ સાથે સ્ટેજ પર પોઝ આપતા જોઈ શકાય છે અને મહેશ ભટ્ટ પણ તેમની સાથે પોઝ આપવા માટે સ્ટેજ પર હાજર છે.

anupam-kher-mahesh-bhatt3

અનુપમ ખેરની વાત સાંભળીને ગુસ્સે થયા મહેશ ભટ્ટ 

સ્ટેજ પર પોઝ આપતી વખતે, અનુપમ ખેર કોઈ વાતને લઈને ગુસ્સે ભરાયેલા જોવા મળે છે. આ સમય દરમિયાન તે અચાનક મહેશ ભટ્ટને કહે છે - 'ભટ્ટ સાહેબ, તમારે હવે જવું જોઈએ.' આના પર મહેશ ભટ્ટ ગુસ્સે થઈ જાય છે અને કહે છે- 'અચ્છા મારે જવું જોઈએ?' આટલું કહીને મહેશ ભટ્ટ સ્ટેજ પરથી નીચે ઉતરવા લાગે છે અને અનુપમ ખેર તેમને ટેકો આપવા માટે હાથ લંબાવે છે. પણ, મહેશ ભટ્ટ પોતાનો હાથ હલાવીને નીચે ઉતરવા લાગે છે. મહેશ ભટ્ટને સ્ટેજ પરથી નીચે ઉતરતા જોઈને કોઈ પૂછે છે - 'ભટ્ટ સાહેબ, તમે જઈ રહ્યા છો?' જવાબમાં તે કહે છે- 'મને કહેવામાં આવ્યું છે, જવાનું.'

https://www.instagram.com/reel/DGxpcjtsyjp/?utm_source=ig_web_copy_link

વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયાઓ

સોશિયલ મીડિયા પર અનુપમ ખેર અને મહેશ ભટ્ટનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહેશ ભટ્ટનું વલણ જોઈને એક વાત સ્પષ્ટ થાય છે કે અભિનેતાની વાત સાંભળીને તે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. લોકો કોમેન્ટ્સ કરીને આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે અનુપમ ખેરે મહેશ ભટ્ટ સાથે આવો વ્યવહાર ન કરવો જોઈતો હતો. કેટલાક લોકો કહે છે કે વીડિયોમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક બીમાર દેખાય છે અને અનુપમ તેમની તબિયત ખરાબ હોવાથી તેમને ઘરે જવા માટે કહી રહ્યા છે.

ક્યારે રિલીઝ થશે તુમકો મેરી કસમ?

'તુમકો મેરી કસમ' વિશે વાત કરીએ તો, આ ફિલ્મની વાર્તા અનુપમ ખેરના પાત્રની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ ડૉ. અજય મુરિયાના જીવનથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મ IVF અને કોર્ટરૂમ ડ્રામા જેવા વિષયો પર બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત અદા શર્મા, ઇશ્વક સિંહ અને એશા દેઓલ જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ 21 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

About The Author

Related Posts

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.