બિગ બોસમાંથી બહાર નીકળતા આલિયાએ કોના પર આરોપો લગાવ્યો, બોલી- સેનિટરી પેડને...

આલિયા સિદ્દીકી બિગ બોસ OTTના ઘરમાંથી બહાર થઈ ગઈ છે. આ હકાલપટ્ટીથી આલિયા પોતે પણ આશ્ચર્યચકિત છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે, તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે અને તેને આશા નહોતી કે તે આટલી જલ્દી ઘરની બહાર જશે.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે, શું તમને અપેક્ષા હતી કે તે આટલી જલ્દી બહાર નીકળી જશે. એકંદરે બહાર કાઢવા પર તમે કઈ કહેવા માંગો છો?, તો આલિયા સિદ્દીકીએ જવાબ આપતા કહ્યું કે, ના, બિલકુલ નહીં, મેં વિચાર્યું ન હતું કે મને આ રીતે બરતરફ કરવામાં આવશે. જુઓ, બધા એક દિવસ ઘરની બહાર આવશે, પણ મારી સાથે જે થયું તેની મને અપેક્ષા નહોતી. મેં કોઈની વિરુદ્ધ મારી વાત કહી હતી, તેના કારણે મને ટાર્ગેટ બનાવવામાં આવી. તેનું નામ લેતાની સાથે જ આખી વાત બદલાઈ ગઈ. આ જ કારણ હતું કે, મને બરતરફ કરવામાં આવી.

તેમને પૂછવામાં આવ્યું કે, તમે નવાઝુદ્દીન અને તમારી વિશે વાત કરી રહ્યા છો, તે તો સ્ક્રીન પર ક્યાંય દેખાતી ન હતી, તેના પર આલિયા સિદ્દીકીએ કહ્યું, ખબર નહીં શું થયું. આ પાછળ તેનો ઈરાદો શું હશે? જે રીતે મને કાઢી મૂકવામાં આવી અને જે નાની નાની બાબતો પર મારું અપમાન કરવામાં આવ્યું, તે મારા માટે ચોંકાવનારું હતું. જુઓ, રમત તો હું સારી રીતે રમી રહી હતી. અચાનક જે બન્યું તે હું વર્ણવી શકતી નથી.

તેમને સલમાન ખાન પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવવા પર પૂછ્યું અને બતાવ્યું કે, શું તમને ડર નથી લાગતો કે આવા આરોપને કારણે તમને ફરીથી પ્રવેશમાં સમસ્યા આવી શકે છે, તો તેમણે કહ્યું કે, મેં કહ્યું નથી કે સલમાન ખાન પક્ષપાતી છે. તેણે મને જે કહ્યું તે સાચું ન હતું. મારા સિવાય ઘરમાં બધા એ જ કરતા હતા. તેઓ ખાસ કરીને મને ટાર્ગેટ કરીને બોલતા હતા. તેઓ કહેતા હતા કે, હું બધાને ઘરમાં પકડી પકડીને નવાઝ અને મારી વાર્તા સંભળાવી રહી છું, જે તદ્દન ખોટું છે.

અભિષેકે જયારે મને પૂછ્યું, ત્યારે મેં તેની સાથે મારી અંગત વાત શેર કરી. નહિતર, હું પહેલા કોઈને કંઈ કહેતી નહોતી. જ્યારે સલમાન કહે છે કે, તે નિયમોની વિરુદ્ધ છે, તો નિયમો તો દરેકને લાગુ પડે છે ને? હવે પૂજા ભટ્ટે કહ્યું કે, તે મહેશ ભટ્ટની દીકરી છે, અથવા તો જે રીતે તે તેની ફિલ્મો વિશે વાત કરતી હતી, જ્યારે ફલક તેના ભાઈ શીજાન માટે બોલી રહી હતી. ઘણા લોકો તેમના સોશિયલ મીડિયા, યુટ્યુબ પર બોલ્યા છે, પરંતુ હું જ કેમ નિશાના પર હતી. બસ આ બાબતનું દુઃખદ છે મને. જુઓ, તે સાર્વજનિક સ્થળ હતું, મારે તેના શબ્દોને માન આપવું પડ્યું.

તેમને ફરીથી તક આપવામાં આવે, અને તેમના પાછા આવવા વિષે તેમણે કહ્યું કે, જુઓ, જ્યારે હું નવાઝ અને મારા સંબંધોની સમસ્યા વિશે સત્તાવાર બની હતી, ત્યારે ઘણા લોકોએ મને નકારાત્મક બનાવી દીધી હતી. તેઓ મારા વિશે ખોટી છાપ ઉભી કરી રહ્યા હતા. આ શોમાં આવ્યા પછી, જ્યારે તેણે દસ દિવસ જોયા તો તેનો અભિગમ બદલાઈ ગયો છે. તેઓ સમજી ગયા કે હું ખરેખર શું છું, તેથી આ પ્લેટફોર્મે મને તે આપ્યું છે. તેથી સ્વાભાવિક છે કે, જો મને ફરી તક મળશે તો હું ચોક્કસ જઈશ. અત્યારે તો હું દુબઈ જવા રવાના થઈ રહી છું અને અહીંથી નીકળતાં જ બાળકોને મળવા જઈ રહી છું.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.