- Entertainment
- મરાઠી અને હિન્દી ફિલ્મના દિગ્ગજ એક્ટર રવિ પટવર્ધનનું નિધન
મરાઠી અને હિન્દી ફિલ્મના દિગ્ગજ એક્ટર રવિ પટવર્ધનનું નિધન
મરાઠી અને હિન્દી ફિલ્મોના દિગ્ગજ એક્ટર રવિ પટવર્ધન, કે જે મરાઠી શો અગાબાઈ સાસુબાઈ અને વર્ષ 1980ના દશકની હિન્દી ફિલ્મો, તેજાબ અને અંકુશમાં પોતની શાનદાર એક્ટિંગ માટે ઓળખાતા હતા. શનિવારે હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થઈ ગયું છે. તેમનો મોટો પુત્ર નિરંજન પટવર્ધને તેમના મોતની જાણકારી આપતા કહ્યું હતું કે ‘લગભગ ચાર દશક સુધી મનોરંજનની દુનિયામાં પોતાનું નામ બનાવનારા રવિ પટવર્ધન આપણી વચ્ચે નથી રહ્યા. સાંજે જ રવિ પટવર્ધનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે તેમને તરત જ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમા એડમિટ થાય બાદ પણ તેમની તબિયતમાં સુધાર આવ્યો નહોતો.

રિપોર્ટનું કહેવું માનીએ તો માર્ચ મહિનામાં જ એક્ટરને હાર્ટ એટેક આવ્યો હતો, જોકે એ પછી તેઓ પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા હતા. નિરંજન પટવર્ધને રવિવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘શનિવારની રાતે 9:00-9:30 વચ્ચે તમની તબિયત અચાનક ખરાબ થવા લાગી. ત્યારબાદ અમે તમને હોસ્પિટલ લઈને ગયા અને અરધા કલાક બાદ અમે તેમને ગુમાવી દીધા. એક્ટરના અંતિમ સંસ્કારને લઈને તેમના પુત્રએ કહ્યું હતું કે ‘ઠાણેમાં બપોરની આસપાસ અંતિમ સંસ્કાર આયોજિત કરવામાં આવશે. રવિ પટવર્ધન ઘણાં નાટકો અને લગભગ 200 ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. તેમાં હિન્દીમાં યશવંત (1997) અને આશા અસવ સુર્ય (1981), અંબર્ત (1982), ઝાંઝર (1987) અને ફુલે (2019) જેવી મરાઠી વિશેષતાઓ સામેલ છે.

એ સાથે જ તેઓ કેટલાક મરાઠી ભાષાવાળા શો પણ કરતાં હતા. તેમના મોતના સમાચાર બાદ હિન્દી અને મરાઠી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. પટવર્ધનનો ટીવી શો અગાબાઈ સાસુબાઈના નિર્માતા સુનિલ ભોસલેએ તેમના મોતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે ‘મેં તેમની સાથે 15 દિવસ પહેલા જ વાત કરી હતી, કેમકે અમારે પોતના શોની શૂટિંગ શરૂ કરવાની હતી. COVID-19ના પ્રતિબંધોના કારણે અમે કહાનીમાં કંઈક આ રીતે બદલાવ કર્યા હતા કે તેઓ ઘરથી જ શૂટિંગ કરી શકતા હતા. સુનિલ ભોસલેએ જણાવ્યું કે રવિ પટવર્ધન અંત સુધી શૂટિંગ કરતાં હતા, પરંતુ વધતી ઉંમરમાં થતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેમનું મોત થઈ ગયું. ફેબ્રુઆરીમાં પણ તેમને હાર્ટ એટેક આવ્યું હતું, પરંતુ એ સારા થઈ ગયા હતા.

