- Entertainment
- નવું ચેપ્ટર શરૂ... RJ મહવશ બાદ યુઝવેન્દ્ર ચહલની જિંદગીમાં આવી શેફાલી બગ્ગા? બંને સાથે જોવા મળ્યા
નવું ચેપ્ટર શરૂ... RJ મહવશ બાદ યુઝવેન્દ્ર ચહલની જિંદગીમાં આવી શેફાલી બગ્ગા? બંને સાથે જોવા મળ્યા
બોલિવુડની પ્રખ્યાત કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની અંગત જિદગીને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. ધનશ્રીએ વર્ષ 2025માં યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા લઈ લીધા દીધા હતા. ત્યારથી, યુઝવેન્દ્ર ચહલનું નામ RJ મહવશ સાથે જોડાઇ રહ્યું હતું. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા, અહીં સુધી કે, બંને વેકેશન માટે પણ ગયા હતા, પરંતુ, તાજેતરનાં દિવસોમાં તેમના સંબંધોમાં તિરાડ પડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આટલું જ નહીં હવે મહવશ બાદ, ચહલનું નામ ફરીથી નવી મહિલા સાથે જોડાઈ રહ્યું છે.
ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેના અને RJ મહવશ વચ્ચેના સંબંધોને લઈને સતત સોશિયલ મીડિયા પર સમાચાર આવી રહ્યા છે, ત્યારે ચહલ હવે 'બિગ બોસ 13' ફેમ શેફાલી બગ્ગા સાથે જોવા મળ્યો છે, જેથી અફવાઓ વધુ તેજ થઈ ગઈ છે. ગયા અઠવાડિયે યુઝવેન્દ્ર ચહલ મુંબઈના એક રેસ્ટોરાં બહાર શેફાલી બગ્ગા સાથે જોવા મળ્યો હતો. બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
https://www.instagram.com/reel/DT50ao3E8PL/?utm_source=ig_web_copy_link
મહવશને અનફોલો કરવાને કારણે શેફાલી અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચેના અફેરની ચર્ચાનો બજાર ગરમ થઇ ગયો છે. વાયરલ વીડિયોમાં, ચહલ કાળું શર્ટ અને જીન્સ પહેરીને જોવા મળ્યો હતો, જ્યારે શેફાલી કાળો ડ્રેસ પહેરીને હતી. બંને કેમેરા સામે એકસાથે જોવા મળ્યા નહોતા, પરંતુ લોકો અને ફોટોગ્રાફરોએ તેમને કેપ્ચર કરી લીધા હતા. સોશિયલ મીડિયા પર હવે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે ચહલ તેની જિંદગીનું નવું ચેપ્ટર શરૂ કરી રહ્યો છે, જ્યારે કેટલાક તેને મહવશ સાથેની અટકળોના અંતનો સંકેત કહી રહ્યા છે.
ચહલની અંગત જિંદગી ત્યારથી ચર્ચામાં છે, જ્યારે તેણે ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા અને ત્યારબાદ તેનું નામ RJ મહવશ સાથે જોડવામાં આવ્યું. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર સાથે જોવા મળ્યા છે, પરંતુ થોડા દિવસો અગાઉ, ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરવાના સમાચાર સામે આવ્યા હતા, જેણે તેમની વચ્ચે અણબનાવની અટકળોને વેગ આપ્યો હતો. ચહલ અને શેફાલીના સંબંધો અંગે હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે તે માત્ર એક કેઝ્યુઅલ આઉટિંગ હતું.

