સિદ્ધાર્થ માલ્યાએ RCBની જીત પર શેર કર્યો હતો વીડિયો, પરંતુ ઇન્સ્ટગ્રામે હટાવી દીધો; જાણો કેમ?

થોડા દિવસો અગાઉ, IPL ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીત બાદ, તેના પૂર્વ માલિક વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ જીતનું સેલિબ્રેશન માનવતો એક ભાવુક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેને રડતો જોઈ શકાય છે. બાદમાં આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ, સિદ્ધાર્થ માલ્યાએ અન્ય એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, આખરે પહેલાનો વીડિયો કેમ હટાવી દેવામાં આવ્યો હતો. 9 જૂનના રોજ, સિદ્ધાર્થ માલ્યાએ પોતાનાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @sidmallya પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં, તે કોઈ રસ્તા પર ચાલતો જોવા મળી રહ્યો છે. વીડિયોનું કેપ્શન છે- ‘IPLએ મારો વીડિયો હટાવડાવ્યો હતો. પછી અંડરબ્રેકેટ કરતા લખ્યું કે- અને હું પોતાના શર્ટ પર ડાઘની કોઈ ચિંતા કરતો નથી.

siddharth-mallya5
gqindia.com

 

વીડિયો શરૂ થતા જ, સિદ્ધાર્થ તેના ફોલોઅર્સને હેલો ગાય્ઝ કહીને સંબોધિત કરે છે. પછી તે બતાવે છે કે ઇન્સ્ટાગ્રામે તેનો પાછલો વીડિયો કેમ ડીલિટ કરી દીધો હતો. તેણે કહ્યું કે તમારામાંથી ઘણા લોકોએ મારો તે ભાવુક વીડિયો જોયો હશે, જે મેં મંગળવારે પોસ્ટ કર્યો હતો. જેના માધ્યમથી મેં પોતાના ફેન્સ અને ફોલોઅર્સ સાથે વાતચીત કરી. આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ આવી હતી અને તેને રીપોસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

https://www.instagram.com/reel/DKqqOmsuqRb/?utm_source=ig_web_copy_link&igsh=MWVvOWY4cHE0NHpoZg==

આ વીડિયોને  ઇન્સ્ટાગ્રામે હટાવી દીધો અને થોડા દિવસો માટે મને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દેવામાં આવ્યો હતો. 8 જૂનના રોજ, ઇન્સ્ટાગ્રામે બેન હટાવી લીધો હતો અને હવે હું ફરીથી આ વીડિયો પોસ્ટ કરી રહ્યો છું. હું તમને જણાવી દઉં કે IPLએ મારી એ પોસ્ટને લઈને કોપીરાઇટ ઉલ્લંઘનની ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી અને મારો વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવામાં આવ્યો.

IPLએ કોપીરાઇટ પોલિસીના ઉલ્લંઘનની વાત વાત કરી હતી, પરંતુ તે વીડિયો એક મિનિટથી પણ ઓછા સમયનો હતો. તેમાં મેચને લઈને કંઈ નહોતું, પરંતુ મેં પોતાના ઇમોશનને દર્શાવવા માટે આ વીડિયો બનાવ્યો હતો. આ બધુ મને ખૂબ ક્રેઝી જેવું લાગ્યું. કેમ કે તે વીડિયોને હટાવવો, મારા માટે એક અવસર ગુમાવવા જેવું હતું, જેના દ્વારા હું મારા ફેન્સ અને ફોલોઅર્સ સાથે ઈન્ટ્રેક્ટર હતો અને તેમની સાથે જોડાઈ શકતો હતો.

siddharth-mallya3
news9live.com

 

આ ઉપરાંત, RCBના બધા ફેન્સની જેમ, હું પણ 18 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. મને પણ આ જીતથી સૌથી વધુ ખુશી થઈ. હું આ ઘટનાથી ખૂબ દુઃખી છું. ખાસ કરીને IPLના વલણથી મને દુઃખ થયું કે તેની ફરિયાદને કારણે, મારો ભાવુક વીડિયો ઇન્સ્ટાગ્રામે હટાવી દીધો. સિદ્ધાર્થ માલ્યાના આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યુઝર્સે જ્યાં તેને ટ્રોલ કર્યો છે, તો કેટલાક લોકોએ ફરીથી તેને અને તેના પિતા વિજય માલ્યાને બેંગ્લોર પાછા ફરવાની સલાહ આપી.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.