કિયારા સાથે લગ્નના સમાચાર પર સિદ્ધાર્થે કહ્યું- મને તો કોઈએ આમંત્રણ જ નથી આપ્યું

સિદ્ધાર્થ મલ્હોત્રા કામ કરતાં વધુ આ દિવસોમાં કિયારા અડવાણી સાથેના લગ્નના સમાચારોને લઈને ઘણી ચર્ચામાં છે. હવે અભિનેતાએ પોતાના લગ્નની અફવાઓ પર મૌન તોડ્યું છે.

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તેની આગામી ફિલ્મ મિશન મજનૂને લઈને ચર્ચામાં છે. આમાં તે સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. આ દિવસોમાં સિદ્ધાર્થ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય અભિનેતા રૂમર્ડ ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી સાથેના લગ્નને લઈને પણ ચર્ચામાં બનેલો છે. બંનેના વેડિંગ ફંક્શનની તારીખોથી લઈને વેન્યૂ સુધીની માહિતી સામે આવી છે. હવે આ અહેવાલો પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રતિક્રિયા આપી છે.

GOODTiMES સાથેની મુલાકાત દરમિયાન, સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી સાથેના તેના લગ્નના સમાચાર પર તેની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, ' કોઈએ ઈન્વાઈટ ના કર્યો મને લગ્નમાં. મેં બધી વિગતો વાંચી છે, પછી મને જાતે જ તપાસ કરી કે શું હું લગ્ન કરવા જઈ રહ્યો છું. આ પછી તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે લોકો તેની ફિલ્મો પર ધ્યાન આપે.

થોડા દિવસો પહેલા E-Times ને સૂત્રએ જણાવ્યું હતું કે 'સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ 4 અને 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં મહેમાનો વચ્ચે મહેંદી, હલ્દી અને સંગીત જેવા ફંક્શન થશે. 6 ફેબ્રુઆરીએ જેસલમેર પેલેસ હોટલમાં બંને સાત ફેરા લેશે. કડક સુરક્ષા વચ્ચે આ એક શાનદાર ઈવેન્ટ હશે.

જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મિશન મજનૂમાં તે જાસૂસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 20 જાન્યુઆરી, 2023ના રોજ નેટફ્લિક્સ પર રીલિઝ થશે. અગાઉ તે થેંક ગોડ ફિલ્મમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સાથે કામ કર્યું હતું.

સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષથી એક્ટિવ છે. તેણે વર્ષ 2012માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 'મિશન મજનૂ' બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા એક્શન ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે. તો તેની વેબ સીરિઝ ઇન્ડિયન પોલીસ ફોર્સ પણ પાઇપલાઇનમાં છે, જેનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.