સોનાક્ષી પહેલી વાર પતિ સાથે મસ્જિદ ગઈ, પતિ ઝહીરે કહ્યું કે- 'ધર્મ પરિવર્તન માટે...'

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. આ દંપતી વારંવાર ક્યાંકને ક્યાંક પ્રવાસ કરતા રહે છે, તેમના દરેક પ્રવાસના ફોટાઓ અને વિડીયોઝ શેર કરતા રહે છે. સોનાક્ષીએ પોતાનો વ્લોગ પણ શરૂ કર્યો છે. તાજેતરમાં, તેણે એક વ્લોગ શેર કર્યો છે જેમાં તે મસ્જિદની મુલાકાત લેવા માટે ઉત્સાહિત દેખાય છે.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ ચાહકોના પ્રિય યુગલ બની ગયા છે. લગ્ન પછી પણ, તેઓ મિત્રોની જેમ મજાક મસ્તી કરતા રહે છે. આ દંપતી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. ઝહીર અને સોનાક્ષીના વિડિઓઝ ચાહકોનું મનોરંજન કરતા રહે છે. ફરી એકવાર, તેઓએ ચાહકોને સ્માઈલ કરવાનું કારણ આપ્યું છે. સોનાક્ષીએ તેના નવા વ્લોગમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઝહીર તેના ધર્મ પરિવર્તન પર રમુજી પ્રતિક્રિયા આપે છે.

Sonakshi-Zaheer2
navbharattimes.indiatimes.com

સોનાક્ષીએ તેનો દૈનિક વ્લોગ શેર કર્યો અને ચાહકોને જાણ કરી છે કે તેઓ આજે અબુ ધાબીમાં છે. અહીંની સફર ખાસ અને રોમાંચક બનવાની છે. અમને અબુ ધાબી ટુરિઝમ તરફથી આ સ્થળની સુંદરતા જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અમારા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

સોનાક્ષી કહે છે, 'હું અબુ ધાબીમાં આવીને ખૂબ જ ઉત્સાહિત છું. કારણકે પહેલી વાર હું કોઈ મસ્જિદની મુલાકાત લેવાની છું. મેં મંદિરો અને ચર્ચની મુલાકાત તો ઘણી લીધી છે, પણ ક્યારેય મસ્જિદની મુલાકાત લીધી નથી.' સોનાક્ષીની કોઈ વાત હોય અને ઝહીર ટીકા ન કરે તે તો શક્ય જ નથી.

Sonakshi-Zaheer1
bharat24live.com

સોનાક્ષીના મસ્જિદમાં જવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઝહીર કહે છે, 'મને સ્પષ્ટ કરવા દો, હું તેને ત્યાં તેનું ધર્માંતરણ કરવા માટે લઈ જઈ રહ્યો નથી. અમે ફક્ત એક સુંદર સ્થળ જોવા જઈ રહ્યા છીએ. જેમ આપણે મંદિરો કે ચર્ચમાં જઈએ છીએ, તેમ અમે એક મસ્જિદ જોવા જઈ રહ્યા છીએ.' ઝહીરની આ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા સોનાક્ષીએ કહ્યું, 'સ્પેશિયલ મેરેજ એક્ટ, જિંદાબાદ.'

સોનાક્ષીના વ્લોગમાં ઝહીરની પ્રતિક્રિયા સાંભળતાની સાથે જ લોકોએ તેની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું. ચાહકો ઝહીરને 'ગ્રીન ફ્લેગ' અને 'બેસ્ટ હસબન્ડ' જેવા ટેગ આપી રહ્યા છે. ફરી એકવાર, સોનાક્ષી અને ઝહીરે લોકોને તેમના પ્રેમથી પ્રેમમાં પાડી દીધા છે.

Sonakshi-Zaheer
ndtv.in

ઝહીર અને સોનાક્ષીએ 23 જૂન, 2024ના રોજ લગ્ન કર્યા. તેઓએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા. સોનાક્ષીને બીજા ધર્મના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા બદલ ભારે ટ્રોલ કરવામાં આવી હતી, પરંતુ તેનાથી તેમના સંબંધો પર કોઈ અસર પડી ન હતી. સોનાક્ષીની ગર્ભાવસ્થાની અફવાઓ પણ ઉડી હતી, પરંતુ અભિનેત્રીએ તેને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.