સારું નથી ધર્મેન્દ્રનું સ્વાસ્થ્ય? સની દેઓલ 87 વર્ષના પિતાને યુએસ લઇ ગયા

બૉલિવુડ એક્ટર સની દેઓલ પોતાની ફિલ્મ ‘ગદર 2’ના કારણે લાઇમલાઇટમાં રહ્યા. 22 વર્ષ બાદ આવેલી આ સિક્વલ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી નાખી હતી. સની દેઓલે પોતાના પરિવાર અને આખી ટીમ સાથે મળીને ‘ગદર 2’નું સેલિબ્રેશન મનાવ્યું હતું. તો હવે તેમના પિતા અને ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સની દેઓલ પોતાના 87 વર્ષીય પિતાને લઈને અમેરિકા પહોંચ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે મામલો તેમના સ્વાસ્થ્ય અને સારવાર સાથે જોડાયેલો છે. જો કે આ બાબતે દેઓલ પરિવારે સત્તાવાર કંઇ જણાવ્યું નથી. આ સમાચારથી ધર્મેન્દ્રના ફેન્સ ચિંતામાં આવી ગયા છે. સની દેઓલે થોડા દિવસ અગાઉ જ રાજનીતિ છોડીને એક્ટિંગ કરિયર પર ફોકસ કરવાનો નિર્ણય લીધો છે. તો એક્ટિંગ સાથે સાથે હવે તેઓ પોતાના પરિવાર પર વધુ ધ્યાન આપી રહ્યા છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, સની દેઓલ પોતાના 87 વર્ષીય પિતા ધર્મેન્દ્રની સારવાર માટે અમેરિકા પહોંચ્યા છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધર્મેન્દ્રને ઉંમર સંબંધિત સમસ્યાઓ થઈ રહી હતી. જેની સારવાર માટે તેમણે અમેરિકા જવાનો નિર્ણય લીધો અને દીકરા સની દેઓલ સાથે નીકળી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્ર અને સની દેઓલ લગભગ 15 થી 20 દિવસ સુધી અમેરિકામાં જ રોકાશે. જો કે, મીડિયા રિપોર્ટ્સમાં જાણકારોના સંદર્ભે જણાવવામાં આવ્યું છે કે ધર્મેન્દ્ર સારા છે અને ફેન્સ માટે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. આ બાબતે અત્યાર સુધી દેઓલ પરિવાર તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ધર્મેન્દ્ર હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં નજરે પડ્યા હતા. ફિલ્મમાં રણવીર સિંહ આ આલિયા ભટ્ટે લીડ રોલ કર્યો. તો શાહિદ કપૂર અને કૃતિ સેનનની આગામી ફિલ્મમાં પણ નજરે પડશે. અત્યારે તેનું નામ નક્કી નથી. આ ફિલ્મ આ વર્ષે 7 ડિસેમ્બરે રીલિઝ થશે. સની દેઓલની ‘ગદર 2’ હાલમાં જ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ છે. ફિલ્મમાં તારા સિંહ (સની દેઓલ) પોતાના દીકરાને છોડાવવા માટે બોર્ડર પાર જતો રહે છે, ફિલ્મની કહાની વર્ષ 1971 દરમિયાન લાહોરમાં સેટ છે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.