- Entertainment
- સુશાંત સિંહ રાજપૂતની બહેને કહ્યું- ‘2 લોકોએ મારા ભાઈનો જીવ લીધો'
સુશાંત સિંહ રાજપૂતની બહેને કહ્યું- ‘2 લોકોએ મારા ભાઈનો જીવ લીધો'
દિવંગત બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ભાઈના મો*ત સાથે જોડાયેલા કેટલાક નવા અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેના કારણે તે ચર્ચાનો વિષય બની છે. તેણએ દાવો કર્યો હતો કે, બે મનોવૈજ્ઞાનિકો, જેમાં એક યુનાઇટેડ સ્ટેટ્સનો અને બીજો મુંબઈનો છે. તેમણે ખુલાસો કર્યો હતો કે, 2 લોકોએ સુશાંતનો જીવ લીધો હતો અને તેણે આત્મહત્યા કરી નથી. શ્વેતાએ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતનું જૂન 2020માં નિધન થઈ ગયું હતું, ત્યારબાદ રિયા ચક્રવર્તી ચર્ચામાં છે. CBI, ED અને NCB જેવી સરકારી એજન્સીઓ હજુ પણ આ કેસની તપાસ કરી રહી છે.

શ્વેતા સિંહ કીર્તિએ જણાવ્યું કે, સુશાંતની આત્મહત્યા મામલે તેને પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ લોકોએ તેને ખરાબ બનાવી દીધી. શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં તેણે કહ્યું કે, ‘આત્મહત્યા કેવી રીતે હોઈ શકે? પંખા અને પલંગ વચ્ચેનું અંતર એટલું અંતર નહોતું કે કોઈ વ્યક્તિ પોતાનો પગ લટકાવી શકે. જો તમારે આત્મહત્યા કરવી હોય, તો શું તમે સ્ટૂલનો ઉપયોગ કરશો? પરંતુ ત્યાં સ્ટૂલ જેવું કંઈ નહોતું.’
https://twitter.com/Ab_hai24/status/1984121616083906737
તેણે વધુમાં જણાવ્યું કે અભિનેતાના ગળા પર જે નિશાન હતા તે કપડાંથી થનારા નહોતા. તેણે પોતાના ભાઈ સુશાંત સિંહ બાબતે વાત કરતા કહ્યું કે, ‘જો તમે તેના નિશાનને જોશો તો તે દુપટ્ટાનું નિશાન જ નથી. તે એક પાતળી ચેઇનનું નિશાન છે. આ વાતચીત દરમિયાન તે ભાવુક થઈ ગઈ અને ભીની આંખો સાથે જણાવ્યું કે અભિનેતાના મો*તના થોડા સમય બાદ બે મનોવૈજ્ઞાનિકોએ તેની સાથે વાત કરી, જેમાંથી એક મુંબઈ અને બીજો અમેરિકાનો હતો એનને તેઓ એક-બીજાને ઓળખતા નહોતા, પરંતુ બંનેએ તેને એક જ વાત કહી, જે સાચી છે. તેણે દાવો કર્યો કે, ‘2 લોકોએ મારા ભાઈ સુશાંત સિંહ રાજપૂતનો જીવ લીધો હતો.’

આટલું જ નહીં, સુશાંતની બહેને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની કૃપ્ટિક કવિતા બાબતે પણ વાત કરી, જેના પર તેણે કહ્યું કે, એક ખૂબ અજીબ તેણે કવિતા લખી હતી, ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો સાથે અને મારા ભાઈએ પણ તે કવિતાને લાઈક કરી હતી. તેમાં લખ્યું હતું- ‘તમે ખૂબ ઊંચે ઉડાણ ભરી રહ્યા છો અને તમારી પાંખો કાપવી જરૂરી છે અને આજ વાત તે સમયે મને ખૂબ જ અજીબ લાગી હતી.’

