અબ્દુ રોઝિક સાથે ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ, યુઝર્સે ટ્રોલ કરી

બિગ બોસ 16ના સૌથી ક્યુટ કન્ટેસ્ટન્ટ અબ્દુ રોઝિક ઘણા સમયથી ખબરોમાં ચાલી રહ્યો છે. અબ્દુને તેની ક્યુટનેસની સાથે સાથે સીધા સાદા વ્યવહાર માટે પણ ઓળખવામાં આવે છે. એવામાં તે જ્યાં જાય છે દરેક જણ અબ્દુ રોઝિકના દિવાના થઇ જાય છે. થોડા સમય પહેલા ઉર્ફી જાવેદની સાથે પણ આવું જ થયું હતું. એક ઇવેન્ટમાં ઉર્ફી જાવેદ અને અબ્દુની મુલાકાત થઇ હતી. ઇવેન્ટનો થ્રોબેક વીડિયો એક ફરી વાર વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં ઉર્ફીએ કાળા રંગની સાડી પહેરી છે. તેની સાથે અબ્દુ રોઝિક બ્લુ પેન્ટ સૂટ પહેરીને બેઠો છે. બન્ને વચ્ચે વાતચીત થાય છે. ઉર્ફીને જોઇને લાગી રહ્યું છે કે, તે અબ્દુ સાથે મઝાક કરી રહી છે. જોકે, આ વીડિયોને જોયા બાદ યુઝર્સે સ્ટાર્સ વચ્ચેની વાતચીતનું પોતાનું જ વર્ઝન બનાવી દીધું છે. એવામાં ઉર્ફીની મઝાક પણ ઉડાવાઇ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Abdu Roziq Fanpage ? (@abduroziik16)

વીડિયો પર ઘણા બધા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક પછી એક યુઝર્સ ઉર્ફીને લઇને કોમેન્ટ વીડિયો પર ડ્રોપ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તે પોતાના ડ્રેસિંગ સેન્સ વિશે પૂછી રહી છે કે શું અબ્દુના દેશમાં તેની પરવાનગી છે. બીજા યુઝરે લખ્યું કે, ઉર્ફીને અબ્દુ નાના કપડા જોઇતા હશે અને તે અબ્દુ પાસે માગી રહી હશે. એક બીજા યુઝરે લખ્યું કે, અબ્દુ તારે આ મહિલાને ન મળવું જોઇતું હતું, એક અન્ય યુઝરે લખ્યું કે, તે બોલી રહી છે કે, કપડા કેમ પહેરે છે.

ઉર્ફી જાવેદે હાલના દિવસોમાં પોતાના કપડા સાથે સાથે પોતાના બેધડક વિચારોના કારણે પણ ખબરોમાં છે. એક્ટ્રેસ તુનિશા શર્માના મોત પર ઉર્ફીએ પોતાનું રિએક્શન આપ્યું હતું. તેણે છોકરીઓને જીવનમાં ક્યારેય પણ દિલ તુટ્યા બાદ આવું પગલું ન ઉઠાવવા માટે અપીલ કરી હતી.

ઉર્ફીએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું કે, હા, શીઝાન ખોટો હોઇ શકે છે. કદાચ તુનિશાને દગો કર્યો હશે. પણ તુનિશાના મોત માટે આપણે શીઝાનને જવાબદાર ન ઠરેવી શકીએ. જ્યારે કોઇ તમારી સાથે નથી રહેવા માગતુ તો તમે તેને જબરજસ્તી પોતાની સાથે રહેવા માટે મજબૂર ન કરી શકો. ગર્લ્સ કોઇ પણ એ લાયક નથી હોતું કે તમે તેના માટે પોતાનો કિંમતી જીવ આપી દો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.