જાણો કોણ છે એ સંત જેમણે અનુષ્કા અને વિરાટને ન ઓળખ્યા, દીકરીને આપ્યા આશીર્વાદ

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે વૃંદાવન પહોંચ્યો હતો. ત્યાં તેમણે સ્વામી પ્રેમનંદજી મહારાજ આશ્રમમાં જઇને શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહરાજના દર્શન કર્યા હતા. પ્રેમાનંદ મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા. સાથે જ તેમની નાની દીકરીને પણ આશીર્વાદ આપ્યા હતા, પરંતુ આ મુલાકાતની સૌથી અનોખી વાત એ હતી કે, તેમણે મીડિયામાં છવાયેલા વિરાટ કોહલી અને જાણીતી એક્ટ્રેસ અનુષ્કાને ન ઓળખી શક્યા.

સેલિબ્રિટી દંપતી સાથે આવેલા લોકોએ તેમનો પરિચય કરાવ્યો તો બાબાએ કોઇ વિશેષ પ્રતિક્રિયા ન આપી. સામન્ય ભક્તોની જેમ તેમને આશીર્વાદ આપ્યા. તેમની મુલાકાતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોને એ જાણવાની ઇચ્છા થઇ કે, આ બાબા આખરે કોણ છે, જે આ બંનેના પરિચયથી અજાણ છે? શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજનો જીવન પરિચર ઇન્ટરનેટ પરિચય પર રસ મહિમા નામની વેબસાઇટ પરથી મળ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Virushka Empire (@virushka_empire)

એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર બાબાના પ્રવચન વગેરે ચાલે છે. તેના લગભગ 3 લાખ સબ્સ્ક્રાઇબર્સ પણ છે. બાબા હાલમાં તો વૃંદાવનમાં રહે છે, પરંતુ તેઓ મૂળ કાનપુરના સરસોલ બ્લોકના અખરી ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ શંભુ પાંડે છે, તો માતાનું નામ રામ દેવી છે. જન્મ બાદ તેમને મહારાજ અનિરુદ્ધ કુમાર પાંડેના નામથી ઓળખવામાં આવ્યા. બાળપણથી જ તેઓ ધાર્મિક પ્રવૃત્તિના હતા. ખૂબ ઓછી ઉંમરમાં જ તેમણે ઘર છોડી દીધું હતું. પહેલા તેઓ બનારસ ગયા, ત્યારબાદ વૃંદાવન આવી ગયા. અહીં તેમને ગુરુ મળ્યા.

તેમના ગુરુનું નામ એક જગ્યાએ શ્રી ગૌરંગી શરણજી મહારાજ બતાવવામાં આવ્યું છે. ગુરુ પાસે દીક્ષા મળ્યા બાદ પ્રેમાનંદજી વૃંદાવનમાં જ રોકાઇ ગયા અને ત્યાં જ આશ્રમમાં રહે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 4 જાન્યુઆરી 2023ના રોજ વૃંદવનના એક આશ્રમની મુલાકાત લીધી હતી. કપલ શ્રીહિત પ્રેમાનંદ ગોવિંદ શરણજીને મળવા પહોંચ્યું હતું. વાયરલ થયેલી તસવીરોમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જમીન પર બેઠા નજરે પડી રહ્યા છે અને કપલની લડકી દીકરી વામિકા પોતાની માતાના ખોળામાં બેઠી દેખાઇ રહી છે. તસવીરમાં વિરાટ-અનુષ્કા હાથ જોડતા મહારાજને નમન કરતા નજરે પડી રહ્યા છે.

વિરાટ, અનુષ્કા અને તેમની દીકરી વામિકાએ નવેમ્બર 2022માં નૈનીતાલ, ઉત્તરખંડનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન કપલ ત્યાંનાં જાણીતા મંદિરોના દર્શન કરતું નજરે પડ્યું હતું. આ દરમિયાન કેચી ધામ મંદિરના દર્શન પણ કર્યા હત। ત્યારબાદ બંને બાબા નીમ કરોલીના આશ્રમમાં પણ દર્શન કરવા પહોંચ્યા હતા. પોતાના આ પ્રવાસ પર સ્ટાર કપલે ફેન્સ સાથે ખૂબ તસવીરો પણ ખેચાવી હતી.    

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.