શું-શું જોવું પડશે? હવે ભીંડા ભરેલા સમોસા વેચાઇ પણ રહ્યા છે અને લોકો ખાઇ પણ છે

ભોજનને લઈને એક્સપરિમેન્ટ વર્ષોથી ચાલતા આવી રહ્યા છે. આ એક્સપરિમેન્ટ દ્વારા જ આપણને એકથી એક ચડિયાતી નવી ડિશ જોવા મળે છે. જેમાંથી કેટલાક હંમેશાં માટે ખાનપાનનો હિસ્સો બનીને રહી ગઈ છે. સમોસા આપણા ભારતીયોમાં ખૂબ જ પ્રખ્યાત છે, ભાગ્યે જ કોઈક એવી વ્યક્તિ હશે જેણે સોમોસાનો સ્વાદ નહીં માણ્યો હોય, પરંતુ હવે સમોસાની એક નવી વેરાયટી માર્કેટમાં આવી ગઈ છે, ભીંડા સમોસા. નામ સાંભળીને તમને લાગતું હશે કે આ મજાક છે, પરંતુ હકીકતમાં એવા સમોસા માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે જેની અંદર બટેટાની જગ્યાએ ભીંડા ભરવામાં આવે છે.

આ સમોસાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો એક તરફ એવા સમોસા બનાવનારને કોસી રહ્યા છે, તો એક વર્ગ એમ પણ પૂછી રહ્યો છે કે તેનો સ્વાદ ચાખવા ક્યાં જવું પડશે? ચાલો તો અમે આ આર્ટિકલમાં આગળ તમને જણાવી દઈએ કે આ ભીંડી સમોસા તમને ક્યાં મળી શકે છે. ભીંડી સમોસા કોઈ ફાઇવ સ્ટાર હોટલના શેફે તૈયાર કર્યા નથી, પરંતુ એ દિલ્હીના પ્રખ્યાત ચાંદની ચોકમાં રસ્તાની બાજુમાં લારી પર ચાટ વેચનારા વ્યક્તિના મનની ઉપજ છે.

તમારે આ સમોસા ખાવા માટે ચાંદની ચોક પહોંચવું પડશે. આ નવા સમોસાને બનાવવાનો વીડિયો એક ફૂડ બ્લોગરે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધી 11 લાખ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં રીતસરના ભીંડા ભરેલા સમોસા બનેલા દેખાડવામાં આવ્યા છે. આ વીડિયોને 7.7 હજાર કરતા વધુ લોકો લાઇક પણ કરી ચૂક્યા છે, જ્યારે સેકડો લોકોએ તેના પર કમેન્ટ કરી છે. વીડિયોના અંતમાં એમ પણ કહેવામાં આવે છે કે આ લારી ક્યાં લગાવવામાં આવે છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા બધા ફેસબુક યુઝર્સને એ પણ ફરિયાદ છે કે તેમના પસંદગીના સમોસા પર એક્સપરિમેન્ટ કેમ કરી દેવામાં આવ્યું. એક યુઝરે લખ્યું કે, કાલે તેમાં કઢી પણ નાખી દેજે. અન્ય એક યુઝરે લખ્યું કે, એ ભયાનક લાગી રહ્યા છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે, ભાઈ સાહેબ ઘાસના સમોસામાં પણ ખૂબ સ્વાદ હોય છે. અન્ય એક યુઝરે કહ્યું કે, હું આ કોમ્બિનેશનનો બહિષ્કાર કરું છું. તો અન્ય એક યુઝરે લખ્યું કે, તેના માટે ગુરુપૂરાણમાં અલગથી સજા છે.

Related Posts

Top News

પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...

સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં 7 ઓગસ્ટના દિવસે એક ખેડુતને માર મારવાની ઘટના પછી સુરતથી પાટીદાર સમાજના લોકો 100થી વધુ કાર લઇને વલ્લભીપુરના...
Gujarat 
પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...

'કૌન બનેગા કરોડપતિ'નું પુનરાગમન: અમિતાભ બચ્ચન 'અકલ સાથે અકડ'ના નવા અંદાજમાં

'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન, કેબીસી 17, ગઈકાલથી શરૂ થઈ છે. આ શો હંમેશની જેમ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન...
Entertainment 
 'કૌન બનેગા કરોડપતિ'નું પુનરાગમન: અમિતાભ બચ્ચન 'અકલ સાથે અકડ'ના નવા અંદાજમાં

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ: 13-8-2025વાર: બુધવારઆજની રાશિ મીન ચોઘડિયા, દિવસલાભ   06:18 - 07:54અમૃત  07:54 - 09:31કાળ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

IPL 2026: અશ્વિને ફ્રેન્ચાઇઝીને પોતાની જવાબદારી વિશે જણાવ્યું, કહી આ મોટી વાત

રવિચંદ્રન અશ્વિનની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. કોઈપણ બેટ્સમેન માટે તેના કેરમ બોલને સમજવું સરળ નથી. તે IPL 2025...
Sports 
IPL 2026: અશ્વિને ફ્રેન્ચાઇઝીને પોતાની જવાબદારી વિશે જણાવ્યું, કહી આ મોટી વાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.