સુરતના 47 વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઈની 2 કિડની, લીવર અને 2 ચક્ષુ મળી 5 અંગોનું દાન

‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 24 કલાકમાં બીજુ સફળ અંગદાન થયું છે. નવી સિવિલની તબીબી અને પેરામેડિકલ ટીમના સફળ પ્રયાસોના પરિણામે દર અઠવાડિયે એક થી બે અંગદાન થઈ રહ્યા છે. આજે શહેરના પાંડેસરા ખાતે રહેતા 47 વર્ષીય બ્રેઈનડેડ દિપક શ્રીધર લિમજેની બે કિડની, એક લિવર અને બે ચક્ષુઓનું દાન કરવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

શહેરમાં દિન પ્રતિદિન અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતાને પરિણામે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે 35મું અંગદાન થયું છે. સુરતના પાંડેસરા વિસ્તારના અપેક્ષાનગરમાં રહેતા 47 વર્ષીય દિપક લિમજે પાંડેસરામાં સંચા ખાતામાં કામ કરી પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તાઃ20મી જુલાઈના રોજ બપોરે 2:00 વાગ્યે જમ્યા પછી બહાર ખાડી પાસે ગયા હતા, ત્યાં ચક્કર આવતા પગ લપસી જવાથી પડી ગયા હતા. ત્યારબાદ તત્કાલ બેભાન અવસ્થામાં સાંજે 5:00 વાગ્યે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં નિદાનમાં Intraparenchymal hemorrhage (IPH) અને intraventricular hemorrhage (IVH) થયું હોવાનું જણાયુ હતું.

સિવિલમાં સઘન સારવાર બાદ તા.22મીએ રાત્રે 2.00 વાગ્યે ન્યુરોફિઝિશિયન ડો.જય પટેલ તથા ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, આર. એમ. ઓ. ડો. કેતન નાયક, ડો. નિલેશ કાપડીયા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સ્વ.દિપકભાઈના પરિવારમાં પત્ની કલ્પનાબેન, પુત્ર હર્ષ તથા મનિષ છે. જેઓને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારજનોએ અંગદાનની સમંતિ આપી હતી. 

બ્રેઈનડેડ દિપકભાઈની બન્ને કિડની અને લીવર અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફ અને સિકયુરિટી સ્ટાફના સહિયારા પ્રયાસો તથા મીડિયાના માધ્યમથી દિન પ્રતિદિન અંગદાન પ્રત્યે લોક જાગૃતિ આવી રહી છે, ત્યારે લિમજે પરિવારની અન્યોને મદદરૂપ થવાની ભાવના થકી આજે થયેલા સફળ અંગદાનથી માનવતા ફરી વાર મહેંકી ઉઠી હતી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.