‘કંપની પે આગ લગી હૈ,ફાયરબ્રીગેડ ભેજો’ 7000 પગારવાળાએ શેઠનો 11 કરોડનો માલ ફૂંક્યો

જય હિન્દ સર, મેં આપકી કંપની સે સિક્યોરિટી બોલ રહા હું. ઓર આપકી કંપની પે આગ લગી હે, આપ જલ્દી સે ફાયર બ્રિગેડ ભેજે. ભરૂચની નર્મદા પેકેજીંગના શેઠની બે કંપનીને ફૂંકી મારી 11 કરોડનું નુકશાન પહોંચાડનાર અને 11 કર્મચારીઓના જીવ જોખમમાં મુકનાર કોલ કરનાર સિક્યોરીટી ગાર્ડ જ આગ લગાડનાર CCTV માં નીકળ્યો છે.

ભરૂચના ઉધોગનગર ભોલાવમાં 22 માર્ચે સવારે નર્મદા પેકેજીંગ અને એજ પરિવારની આશાપુરા ટ્રેડિંગમાં લાગેલી ભયાનક આગમાં 7 હજારનો સિક્યોરિટીવાળો જ શેઠના 11 કરોડ ફૂંકીનાર હોવાનું તીસરી આંખ અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ઝાડેશ્વર રોડ શ્રીજી સદન લક્ષ્મીનારાયણ બિલ્ડીંગમાં રહેતા મહેશ શંકરલાલ નારાયણજી ભાનુશાલીની ભરૂચ GIDC ભોલાવ ફૈઝ -2 માં નર્મદા પેકેજીંગ નામની ફેક્ટરી આવેલી છે. જેમાં પ્લાસ્ટીકની યુરીયા ખાતર, ઘઉં ભરવાની બેગ બનાવવાનું તથા ટાર્સોલીન ( તાડ પત્રી ) બનાવવાનું કામ કરવામાં આવે છે. તેની બરાબર બાજુમાં તેમના પિતાજી શંકરલાલના નામે આશાપુરા ટ્રેડીંગ નામનો યુનિટ છે. જેમાં પ્લાસ્ટીક ગોડાઉન, બેગ – સેક્રિગેશન તથા બનાવેલી તાડપત્રી અને રોલ ઘટનામાં બન્ને ફેક્ટરીના બિલ્ડીંગ અને માલ સંપુણ રીતે બળી જતા આશરે 11 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

ઉપરાંત ફેક્ટરીની સામે પાર્ક કરેલી કાર પણ સંપુર્ણ પણે સળગી ગઈ હતી. બાજુમાં આવેલ અંબિકા એન્ટરપ્રાઇઝની લોખંડના પતરાની ફેન્સીંગ સહિત બિલ્ડીંગને સામાન્ય નુકશાન થયું હતું. ભીષણ આગમાં ફેક્ટરીમાં રહેતા લોકો સમયસર બહાર નિકળી ગયા ન હોત તો તેઓ પણ ફેક્ટરીની અંદર સળગીને મરી જાત તેવું જાણવા છતા સિક્યોરીટી ગાર્ડે આગ લગાડી હતી.

સી ડિવિઝન પોલીસે સિક્યોરીટી ગાર્ડની ધરપકડ કરી તેને ક્યાં કારણોસર અને કેમ આગ લગાડી તેમજ અન્ય કોઈ આ ઘટનામાં સડોવાયેલું છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.