- Gujarat
- સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય
સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય
ઉત્તરાયણ પર્વ આનંદ, ઉત્સાહ અને પરંપરાનો તહેવાર છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગની દોરીમાં ફસાઈને અનેક અબોલ પક્ષીઓ અને પશુઓ ગંભીર રીતે ઘાયલ થાય છે. આવા સંજોગોમાં સુરત શહેરના નાનકડા બાળક અથર્વ કાપડીયાએ માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.
અથર્વ છેલ્લા 5 વર્ષથી સતત ઉત્તરાયણ દરમિયાન પોતાની રજાનો સમય સમાજસેવામાં વાપરી રહ્યો છે. આ વર્ષે પણ બે દિવસની રજા દરમિયાન તેણે પોતાની સોસાયટીની અગાસીઓ તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી ફરીને પતંગની દોરી એકત્રિત કરી, જેથી અબોલ પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ ન થાય.
નાની ઉંમરે આવી સામાજિક સમજ, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને અબોલ જીવ પ્રત્યેની કરુણા ખરેખર પ્રશંસનીય છે. અથર્વનું આ કાર્ય માત્ર પક્ષીઓ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. આવા બાળકો સમાજના સાચા ભવિષ્ય ઘડનાર છે.
અથર્વ કાપડીયાનું આ સેવાકાર્ય સૌ કોઈને પ્રકૃતિ સંરક્ષણ અને અબોલ જીવદયાની ભાવના સાથે જોડાવા માટે પ્રેરિત કરે છે.

