- Gujarat
- સુરતમાં ત્રિદિવસીય 'વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ'નું ભવ્ય આયોજન
સુરતમાં ત્રિદિવસીય 'વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ'નું ભવ્ય આયોજન
સુરતમાં આ વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના શિષ્ય આચાર્ય સમયસાગરજી મહારાજના આશીર્વાદ તથા પ્રશમમૂર્તિ મુનિ અજિતસાગરજી મહારાજ, મુનિ નીરાગસાગરજી મહારાજ, ઍલક વિવેકાનંદસાગરજી મહારાજ, મુનિ શુભમકિર્તિજી મહારાજ, શ્રમણી આર્થિકા વિવોધશ્રી માતાજી સંસંઘ તથા વિદ્યુષી આર્યિકા પ્રજ્ઞા માતાજી સંસઘના પાવન સાનિધ્યમાં સંપન્ન થશે. આ મહોત્સવ
શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર જૈન દેહરાસર (અતિશય ક્ષેત્ર), વસતા દેવડી રોડ, કિરણ હોસ્પિટલ પાસે, કતારગામ, સુરત ખાતે યોજાશે.
મહોત્સવની વિગત: 5 ઑકટોબર 2025 (પ્રથમ દિવસ)
પ્રાતઃકાળ: ધ્વજારોહણ-સુશીલાદેવી ભાગચંદજી જૈન પરિવાર દ્વારા, મંચ ઉદ્ઘાટન - હેમલતા દેવી માનેકચંદજી પરિવાર દ્વારા તે પછી બાળકો તથા યુવાઓ માટે કેરિયર કાઉન્સેલિંગ તથા પ્રેરણાત્મક સત્ર, બપોરે 1 વાગ્યે : ભવ્ય દિગંબર જૈન પ્રતિભા સન્માન સમારોહ.
6 ઑકટોબર 2025 (બીજો દિવસ)
શાકાહાર નિબંધ સ્પર્ધા (જેમાં અંદાજે ૩૨૦૦ વિધાર્થીઓએ નિબંધ લખ્યો હતો)ના વિજેતાઓનું સન્માન સમારોહ, સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓના પ્રાચારીઓ/પ્રતિનિધિઓનું સન્માન.
7 ઑકટોબર 2025 (ત્રીજો દિવસ – શરદ પૂર્ણિમા)
શરદ પૂર્ણિમાના દિવસે સોધર્મ ઈન્દ્ર વગેરે મુખ્ય મહાપાત્રો તથા 108 ઈન્દ્ર મુખ્ય મહાપાત્રો દ્વારા આચાર્ય ગુરુવર વિદ્યાસાગરજી મહારાજના વિદ્યાગુરુ વિધાનનું મંગલ આયોજન, આચાર્યની પ્રતિમા સ્થાપનાનો કાર્યક્રમ યોજાશે.
કતારગામ અતિશય ક્ષેત્રમાં આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવ ઉપરાંત 3 ઑકટોબર 2025 ચારિત્ર ચક્રવર્તી આચાર્ય શાંતિસાગરજી મહારાજનો 101મો આચાર્ય પદારોહણ દિવસ, જ્યારે 10 અને 11 ઑકટોબર 2025: આચાર્ય શાંતિસાગરજી મહારાજ વિષે વિદ્વત્ સંગોષ્ઠી (સ્થળ: પારશ્વનાથ દિગંબર જૈન મંદિર, ભટાર રોડ, સુરત).
આયોજન સમિતિ તરફથી રવિ જૈન (CA)એ જણાવ્યું કે આ મહોત્સવ માત્ર સમાજની પ્રતિભાઓને સન્માનિત નહીં કરે પરંતુ યુવાઓ અને નવી પેઢીને ધર્મ, સંસ્કૃતિ તથા ઉચ્ચ આદર્શો સાથે જોડવાનું એક સાધન બનશે. તમામ શ્રદ્ધાળુઓ તથા સમાજબંધીજનોએ વિનંતી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાવન મહોત્સવને સફળ બનાવે અને ધાર્મિક લાભ મેળવે.
આયોજક: અવિજિત જૂથ – શાખા સુરત તથા કેન્દ્રીય અવિજિત જૂથ, વિદિશા (મ.પ્ર.) જ્યારે નિવેદક: શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર જૈન દેહરાસર સમિતિ, કતારગામ; ચાતુર્માસ સમિતિ, ભટાર તથા સમગ્ર દિગંબર જૈન સમાજ, સુરત.

