સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના કાર્યક્રમ યોજાયો

સુરત. ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડતી નોન પ્રોફિટ મોટીવ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના – એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરીને જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેની ટ્રિક્સ શીખવી હતી. આ સાથે સુરત શહેર જ્યારે હવે ટ્રાફિક નિયમોના પાલનની દિશામાં સતત આગળ વધી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાત હજારથી વધુ લોકોએ એક સાથ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહરીશું, સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરીશું એવો સંકલ્પ અને શપથ લીધા હતા. 

surat
Khabarchhe.com

શનિવારે જ્યારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહિલાની આંતરિક શક્તિને જાગૃત કરવા અને વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીની હાજરીમાં નવચેતના - એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દસ હજાર પુરૂષો અને મહિલાઓ સહિત પ્રોગ્રેસ એલાયાન્સના સભ્યોએ ભાગ લીધો હતો. બ્રહ્મા કુમારી શિવાની દીદીએ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી અને જીવનમાં પ્રેમ અને શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે દરેકને માર્ગદર્શન આપ્યું હતું.

surat
Khabarchhe.com

પ્રોગ્રેસ એલાયન્સ વિશે: પ્રોગ્રેસ એલાયન્સ, એક નોન પ્રોફિટ મોટીવ  સંસ્થા, અત્યાર સુધીમાં વેચાણ વૃદ્ધિ, નફામાં વૃદ્ધિ, ટીમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન, લોનમાંથી મુક્તિ, ચુકવણી સંગ્રહ, સ્ટોક રિડક્શન, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ તેમજ ડિસિઝન મેકિંગ, હિંમત, ફ્રીડમ, ફ્રીડમ વગેરે જેવા વિવિધ ક્ષેત્રો પર 5,000 થી વધુ સાહસિકોના જીવનમાં કામ કર્યું છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેનો 360 ડિગ્રી ગ્રોથ થયો છે. પ્રામાણિકતા, અધિકૃતતા, પ્રતિબદ્ધતા અને સ્ટેન્ડના પાયાના માળખા પર બનેલ, પ્રોગ્રેસ એલાયન્સ "ગોઇંગ ટુગેદર"ની ભાવના સાથે કાર્ય કરે છે. સાથે ઊભા રહેવા, એકબીજાને ટેકો આપવા અને સાથે મળીને આગળ વધવાના સિદ્ધાંતો પર આધારિત, પ્રોગ્રેસ એલાયન્સ આજે ભારતના વિવિધ શહેરોમાં કામ કરી રહ્યું છે, અને આવનારા વર્ષોમાં ભારતના દરેક શહેરના લોકોને તેના લાભો પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે. ઝૂમ પ્લેટફોર્મ દ્વારા દેશ અને દુનિયાના ઘણા લોકો અમારી સાથે જોડાયેલા છે, અને વિમેન્સ પ્રોગ્રેસ ચેપ્ટર પણ મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છે.

surat
Khabarchhe.com

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.