અફેર, લિવ-ઇન રિલેશનશિપ અને સગાઈ... સાથે રહેતા મંગેતરને રેખાએ જ રસ્તામાંથી હટાવી નાંખ્યો

ગુજરાતના વડોદરામાં આડા પ્રેમ સંબંધની એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. યુવકની હત્યા તે છોકરીએ કરી હતી જેની સાથે તે પોતાનું જીવન વિતાવવા માંગતો હતો.  એક યુવકને તે છોકરી સાથે અફેર થયું હતું. તેમની સગાઈ પણ થઈ ગઈ હતી. સગાઈ પછી, છોકરીએ તેને વડોદરામાં પોતાની સાથે રહેવા માટે બોલાવી લીધો. ત્યારપછી કંઇક એવું થયું કે, જેના કારણે છોકરીએ તેના મંગેતરની હત્યા કરી નાંખી. હત્યા થયાના ત્રણ દિવસ સુધી છોકરી પોલીસને ગોળ ગોળ વાતો કરીને ફેરવતી રહી, પરંતુ પોલીસની કડક તપાસ પછી આખી વાત બહાર આવી હતી.

29 ડિસેમ્બરે, વડોદરાના પ્રતાપનગર કોલોનીમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની સાથે રહેતી તેની ફિયાન્સીએ કહ્યું કે, છોકરો ઊંઘમાંથી ઉઠ્યો જ નથી. જોકે, છોકરાના પિતાને શંકા ગઈ અને તેમણે પોલીસને જાણ કરી. ત્યાર પછી પોલીસ તપાસમાં આખી વાત બહાર આવી હતી.

Love-Affair-Murder1
bhaskarenglish.in

પોલીસના જણાવ્યા અનુસાર, છોટા ઉદેપુરના રોજકુવા ગામના રહેવાસી 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલ્વે કર્મચારી રેખા સકુભાઈ રાઠવા છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. તેમની સગાઈ પણ થઈ ગઈ હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં રહેતી હોવાથી, સચિન તેની સાથે રહેવા લાગ્યો હતો. તે બંને ઘણા સમયથી સાથે રહેતા હતા. આ દરમિયાન, સચિનને ​​શંકા હતી કે રેખાનું કોઈ બીજા સાથે અફેર ચાલી રહ્યું છે.

ઘટનાના દિવસે સચિન અને રેખા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન રેખાએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. સચિને તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તે રેખાની સાથે લગ્ન કરવા માંગતો નથી. જ્યારે સચિને લગ્ન તોડવાની વાત કરી ત્યારે રેખાએ તેના દુપટ્ટાથી તેને મારી નાંખ્યો.

Love-Affair-Murder2
bhaskarenglish.in

ACP પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, બંને ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં હતા. રેખા રેલવેમાં સેલ્સપર્સન તરીકે કામ કરતી હતી. તેઓ ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા હતા અને સગાઈ કરી હતી. હત્યા પછી, રેખાએ એવું વર્તન કર્યું કે, જાણે કંઈ થયું જ નથી. તેણે સચિનના માતાપિતાને પણ એ જ વાત કહી, કહ્યું કે તે ઊંઘમાંથી ઉઠ્યો જ નથી.

સચિનના પિતા ગણપત રાઠવાએ કહ્યું, 'મારો દીકરો વડોદરામાં રહેતો હતો. તેણે મને ફોન કર્યો. તેણે મને કહ્યું કે રેખા તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહી છે. અમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ જ્યારે તેણે ફોન કર્યો ત્યારે મેં રેખા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે જવાબ આપ્યો નહીં. ત્યાર પછી, રેખાએ ફોન કર્યો અને કહ્યું કે સચિન ઊંઘમાંથી ઉઠ્યો જ નથી.'

Love-Affair-Murder4
aajtak.in

પોલીસ ત્રણ દિવસ સુધી આ કેસમાં એવી રીતે ફસાઈ રહી કે જાણે છોકરીએ કંઈ કર્યું જ ન હોય, પરંતુ જેવો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યાર પછી આખા મામલે એક નવો વળાંક આવ્યો. હાલમાં, પોલીસે છોકરી સામે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી...
World 
અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

વિજય હજારે ટ્રોફી 2025-26માં રમાતી દરેક મેચ ભારે ઉત્તેજના અનુભવી રહી છે. 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચ...
Sports 
છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ...
Politics 
રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના

થોડા સમય અગાઉ ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ દેખાયો હતો ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર...
Gujarat 
રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના
Copyright (c) Khabarchhe All Rights Reserved.