- Gujarat
- સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...
સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...
ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી ચાલી રહી છે, પરંતુ ઘણી વખત આના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે અને રાજ્યમાં કડક દારૂબંદીના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ દારૂબંદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભરત સુતરીયાએ આ નિવેદન આપ્યું હતું.
હજી સુધી રાજ્ય સરકાર કે રાજ્યના નેતા પાસેથી, ભાજપના નેતા પાસેથી એવી સ્યોરિટી કેમ નથી આવતી કે રાજ્યની અંદર દારૂ નહીં જ વેચાય, ડ્રગ્સ નહીં જ વેચાય, જુગાર નહીં જ રમાડાય? આ સવાલ પર જવાબ આપતા અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયાએ કહ્યું હતું કે, ‘હું કહું છું ને કે મારા અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં. હું ગમે ત્યાં જાઉં, કોઈ દિવસ નહીં. કેમ કે મારા ઉપર આ વસ્તુના આક્ષેપ થયા હતા. હું કરતો નથી અને એ વસ્તુના મારા ઉપર આક્ષેપ થયા. હું ખાતો નથી. મેસેજમાં ખવડાવી દીધું. હું પીતો નથી એ પીવડાવી દીધું, વોટ્સએપના માધ્યમથી. હું તો તરત વીડિયોમાં કહું છું ને, આ જ મિનિટે, ગમે તે હોય, કાલે મને જોયો તો હું અહીં બેસીશ. હું જતો પણ રહું છું.
અત્યાર સુધી તમે કેટલા અડ્ડા બંધ કરાવ્યા છે? આ સવાલનો જવાબ આપતા સાંસદે કહ્યું કે, મેં ઘણા અડ્ડા બંધ કરાવ્યા છે. તો શું આમાં પોલીસની નબળી કામગીરી રહે છે? અડ્ડા ફરીથી ચાલુ કેમ થાય છે? આ સવાલનો જવાબ આપતા સાંસદ ભરત સુતારીયાએ કહ્યું કે, ના નથી પાડતો, આ લોકો શું કરે કે ભાઈ...., આજે અહીં પકડાયો. તો સ્થળ બદલીને બીજી જગ્યાએ જતા રહે. અને મારી સરકાર, મને ખબર છે, આ ભુપેન્દ્ર પટેલની સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર આના ઉપર કડકમાં કડક પગલાં લેવાનું વિચારી રહી છે. મીટિંગમાં હું બેઠો હોઉં છું એટલે મને ખબર છે. સરકાર આના માટે ખૂબ ચિંતા કરે છે.

