ગુજરાતમાં ખેતી કામના ભાડા જેવી નજીવી બાબતે ઝઘડા બાદ ઉશ્કેરાયેલા પિતાએ પોતાના જ પુત્રનું ઢીમ ઢાળી દીધું

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામમાં ગત 12 જુલાઈના રોજ ટ્રેક્ટરના ભાડા મુદ્દે થયેલા પારિવારિક વિવાદમાં પિતાએ પોતાના પુત્રનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પુત્રનો જીવ જતો રહ્યો છે. જે મામલે સંતરામપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ખેતી કામના ભાડા જેવી નજીવી બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઈ ગયેલા પિતા રમેશ માલીવાડને લાકડી મારતા આવેશમાં આવેલા પિતાએ તે સમયે નહીં, પરંતુ જ્યારે પુત્ર પોતાના ઘોરનિંદ્રામાં ખાટલામાં સૂતો હતો, તે સમયે ઘરમાં પડેલી કુહાડી ઉઠાવી ખાટલામાં ઉંઘતા પુત્રના માથા અને મોઢાના તેમજ છાતીના ભાગે એકાએક જીવલણ ઘા ઝીંકી દીધા હતા

axe
gujarati.news18.com

ઘટના સમયે અરવિંદની બૂમાબૂમ સાંભળીને આજુબાજુના સ્થાનિકો તેમજ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હુમલામાં અરવિંદને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધો હતો બાદમાં આ સમગ્ર અંગે મૃતકની બહેન સુમિત્રાબેને સમગ્ર મામલે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોતાના પિતા સામે જ ગુનો નોંધાવ્યો છે. ત્યારે પોલીસે પિતા રમેશભાઈની અટકાયત કરી તેમની સામે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આમ અહીં પિતા-પુત્રનો પવિત્ર સંબંધો લોહિયાળ બન્યો છે. અહીં પુત્રનું મોત થયું છે અને તેની સામે બહેને જે ફરિયાદ નોંધાવતા પિતા જેલ ભેગો થયો છે. ત્યારે માત્ર નજીવી તકરાર અને સામાન્ય ગુસ્સો કયા હદ સુધી સંબંધોને લઈ જાય તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે.

axe
gujarati.news18.com

સમગ્ર મામલે મહીસાગર નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, મહીસાગર સંતરામપુરનાં આંબા ગામે પુત્ર અરવિંદ માલીવાડ જે ખેતીના કામ અર્થે ખેતરમાં કામ કરાવતા હતા અને પિતા રમેશ માલીવાડ વચ્ચે ખેતરમાં ટ્રેક્ટરના ભાડા બાબતે ઉગ્ર બોલાચાલી હતી. આ ખેંચતાણ એ હદે પહોંચી કે ઉશ્કેરાયા પુત્ર અરવિંદ માલીવાડે પોતાના પિતા રમેશ માલીવાડને ક્યાંક લાકડી લઈ મારી દીધી હતી. જોકે તે સમયે આ મુદ્દો શાંત પડી ગયો હતો અને સામાન્ય ઝઘડો કરી બંને પિતા-પુત્ર છૂટાં પડી પોત-પોતાના કામે લાગ્યા હતા. પરંતુ બાદમાં પિતાએ લોહિયાળ ખેલનું કાવતરૂ રચી પુત્રનો જીવ લઇ લીધો હતો.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.