- Gujarat
- સુરતમાં ભારત ભારતી ટ્રસ્ટ દ્ધારા 31મી મેના રોજ એક સંગોષ્ટિનું આયોજન
સુરતમાં ભારત ભારતી ટ્રસ્ટ દ્ધારા 31મી મેના રોજ એક સંગોષ્ટિનું આયોજન

સુરત દેશભરના વિવિધ પ્રાંતના લોકો જ્યાં રહે છે તેવા સુરત શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકર કરવા માટે સ્થપાયેલી ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા આગામી 31મી મેના રોજ એક સંગોષ્ટિનું આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં મુખ્ય વકતા તરીકે ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિનયભાઈ પત્રાલે ઉપસ્થિત રહશે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેનાર છે. આ સંગોષ્ઠિનો વિષય ભારત ભારતીનો ઉદગમ અને વિકાસ રાખવામાં આવ્યો છે.
આ અંગે ભારત ભારતી ટ્રસ્ટના વિનયભાઈ પત્રાલેએ જણાવ્યું હતું કે દેશ અને સમાજની સેવા સાથે જ વિવિધ પ્રાંતના લોકો જ્યાં વસે છે ત્યાં તેઓ વચ્ચે એક સુત્રતા અને આત્મીયતા જળવાઈ રહે અને લઘુ ભારતની સંકલ્પના સાકાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે 22 જુલાઈ, 2005ના રોજ સુરત ખાતે ભારત ભારતી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આજે ટ્રસ્ટ એક વટ વૃક્ષ બનીને ઊભું છે.
દેશના 20 રાજ્યના 60 શહેરોમાં ટ્રસ્ટની શાખાઓ કાર્યરત છે. ટ્રસ્ટ દ્વાર વર્ષ દરમિયાન વિવિધ સામાજિક સેવાકીય અને દેશભક્તિને પ્રદર્શિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે 31મી મેના રોજ સુરત ખાતે એક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિનયભાઈ પત્રાલે ઉપસ્થિત રહી ભારત ભારતીનો ઉદગમ અને વિકાસ પર વક્તવ્ય આપશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેશે. આ આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી, રક્ષા બંધનની ઊજવણી સાથે જ નારી સશક્તિકરણ, દત્તક વિદ્યાલય,
વસ્ત્રદાન, શિક્ષણ સહાયતા, આરોગ્ય સહાયતા અને પર્યાવરણ દિવસ સહિત વિવિધ સામાજિક, સેવાકીય અને ધાર્મિક અને દેશને એક સૂત્રના બાંધી રાખવા માટેના અભિયાન ચલાવવામાં આવે છે. ટ્રસ્ટનું લક્ષ્ય દેશના 150 શહેરો સુધી પહોંચવાનું છે.
Related Posts
Top News
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Opinion
-copy.jpg)