સુરતીઓ ડોમિનોઝ-પિત્ઝા હટ-લાપિનોઝના પિત્ઝાનો શોખ હોય તો ચેતી જજો, 40 kg ચીઝ...

બાળકો પિત્ઝા ખાવાના ખૂબ શોખીન હોય છે. ત્યારે સુરતમાં ફૂડ વિભાગ દ્વારા પિત્ઝાના નમૂના લેવામાં આવ્યા હતા. પરંતુ સારી એવી બ્રાન્ડના પિત્ઝા ખાવાના શોખિન લોકો માટે ચેતવણી રુપે વિગતો સામે આવી છે. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા ડોમિનો, પિત્ઝા હટ, ગુજ્જ કેફેક, લાપીનોઝ, કે,એસ ચારકોલ સહીતના લેવાયેલા ચીઝ, માયોનીઝના નમૂનાઓ ફેલ થઈ ગયા છે.

જેથી બહાર પિત્ઝા ખાતા પહેલા ચેતી જજો. સુરત આરોગ્ય વિભાગે સપાટો બોલાવતા 40 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે ચીઝ અને મેયોનીઝની ગુણવત્તા કાયદાકીય ધોરણો પ્રમાણે ન હતી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આરોગ્ય વિભાગ સક્રીય થઈને કામ કરી રહ્યું છે. ત્યારે જિલ્લાઓ અને મહાનગરોમાં આ ઝૂંબેશ ચાલી રહી છે. જે ઝૂંબેશ અંતર્ગત ફૂડના નમૂના લેવામાં આવી રહ્યા છે. ડોમિનો, પિત્ઝા હટ, ગુજ્જ કેફેક, લાપીનોઝ, કે,એસ ચારકોલ સહીતના લેવાયેલા નમૂનાઓ ફેલ થઈ ગયા છે. અહીં વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાતા ચીઝ અને મેયોનીઝના લીધેલા સેમ્પલ ફેલ થયા હતા. આ ફ્રેન્ચાઈઝીમાંથી લગભગ 40 કિલો ચીઝ અને મેયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.

બજારમાં અત્યારે સૌથી વધુ ફૂડ જો ખવાતું હોય તો એ પિત્ઝા છે. તેમાં પણ ફેમિલીના દરેક સભ્યો તેમના બાળકોને લઈને પિત્ઝા ખાવા માટે ચોક્કસથી જતા હોય છે ત્યારે આ સ્થિતિ વચ્ચે તેઓ પિત્ઝા ખાઈને તો આવે છે પરંતુ આ પ્રકારના પિત્ઝા કે જેમાં ચીઝ અને માયોનીઝ અખાદ્ય જોવા મળતા મુશ્કેલી પણ આરોગ્યને લઈને સર્જાઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.