- Gujarat
- ગુજરાતમાં ઠંડીનો કહેર: જાણો ક્યારે મળશે થોડી રાહત
ગુજરાતમાં ઠંડીનો કહેર: જાણો ક્યારે મળશે થોડી રાહત
હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં અમરેલી 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેનાથી લોકોને હાડ થીજવતી ઠંડીમાંથી થોડી રાહત મળશે.
ગાંધીનગરમાં 10.5 ડિગ્રી અને અમદાવાદમાં પારો 12 ડિગ્રીની આસપાસ રહેશે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે.હાલ ઉત્તર-પૂર્વના પવનો 5 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે.
ઠંડીનો બીજો રાઉન્ડ
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 22 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર ફરી વધશે. 22 થી 25 જાન્યુઆરી દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. આગામી સપ્તાહના અંતમાં દિવસના તાપમાનમાં પણ ધરખમ ઘટાડો થવાની સંભાવના હોવાથી ફરી એકવાર કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

