70 દિવસ થયા છતા ભાજપના કપડવંજના ધારાસભ્ય સામે પોલીસે ફરિયાદ નોંધી નથી

કપડવંજમાં રહેતા નિકુંજ પટેલ નામના એક યુવાને ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલા સામે એક પોસ્ટમાં કમેન્ટ કરી હતી, એ પછી રાજેશ ઝાલાના માણસોએ નિકુંજ પટેલનુ અપહરણ કરવાનો પ્રયાસ અને માર માર્યો હોવાનો દાવો નિકુંજ પટેલે કર્યો હતો. આ ઘટનાને લગભગ 70 દિવસ થઇ ગયા છતા પોલીસ હજુ સુધી રાજેશ ઝાલાની સામે ફરિયાદ નોંધી હતી.

નિકુંજ પટેલે કમેન્ટમાં એવું લખ્યું હતું કે, આ રાજેશ ઝાલાને ખાડા નહીં દેખાશે તેમને તો માત્ર દુકાનોના ઉદઘાટન અને ફોટા જ્યાં પડતા હોય તે જ દેખાશે. આવા ભ્રષ્ટાચારી નેતા નહીં ચાલે એવું લખ્યું હતું.

જો કે પોલીસનું કહેવું છે કે નિકુંજ પટેલ ફરિયાદીની સંખ્યા વધારી રહ્યો છે. પહેલા 4 સામે ફરિયાદની વાત કરતો હતો હવે 15 સામે ફરિયાદની વાત કરે છે. રાજેશ ઝાલાનું કહેવું છે કે નિકુંજ પટેલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓના ઇશારે નિવેદન આપી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી...
Science 
માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.