- Gujarat
- પહેલીવાર સુરતમાં યોજાશે પંડોખર સરકારનો ભવ્ય દરબાર
પહેલીવાર સુરતમાં યોજાશે પંડોખર સરકારનો ભવ્ય દરબાર

સનાતન સેવા ન્યાસ દ્વારા ( પરમ પૂજ્ય ગુરુદેવ અનંત વિભૂષિત ગુરુચરણ મહારાજ) પંડોખર સરકાર ત્રિકાલદશી મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી સવારે 10:00 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા સુધી ડુમસ રોડ ખાતે આવેલ આગ્રા એક્ઝોટિકાના બેન્કવેટ હોલમાં આ ભવ્ય દરબાર થશે સાથે ભવ્ય દરબાર ના પૂર્વ દિવસે એટલે 20મી ઓક્ટોબરના રોજ ભવ્ય પંડોખર સરકાર નું ભવ્ય રેલી કાઢીને સ્વાગત કરવામાં આવશે.
આ ભવ્ય દરબારનું આયોજન મનપા ના માજી ડેપ્યુટી મેયર ધીરુભાઈ સવાણી, પ્રવીણભાઈ ગજેરા, ભાવેશભાઈ માંગુકિયા અને જયમીશ પટેલ(બોમ્બેવાલા)ના સહયોગથી અને સનાતન સેવા ન્યાસ ના સંસ્થાપક શિવઓમ મિશ્રા દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોકો સનાતન ધર્મ વિશે જાગૃત થાય તેમજ સુરત શહેરના યુવા પેઢીને પણ હિન્દુ ધર્મ ,સનાતન ધર્મ વિશે પ્રેરિત થાય તેવા હેતું સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.
આયોજકોનો દાવો છે કે પંડોખર મહારાજ જે તેમના ભક્તો નો ભૂત ,વર્તમાન અને ભવિષ્યના જણાવે છે અને તેમના પ્રશ્નનો પણ નિવારણ કરી આપે છે.તેમના લાખો ભક્તો તેમના નિવારણ ને ચમત્કાર માની તેમના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં હાજર રહેતા હોય છે. સુરત શહેરમાં પણ વસતા તેમના ભક્તો માટે પ્રથમવાર સુરત શહેરમાં તેમનું ભવ્ય દરબાર યોજાશે.જેમાં હજારો ની સંખ્યા માં લોકો હાજર રહેશે.
Related Posts
Top News
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Opinion
