હેમંત કુમાર હસમુખ લાલ વકીલના પરિવાર દ્વારા પ્રસ્તૂત નાટક ગમન નો ગોટાળો

આ એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક હાસ્ય નાટિકા છે. ગમન નાના મોટા વ્યાજ વટાવના ધંધાથી ગમે તે રીતે લોકોની જમીન દાગીના વગેરે પચાવી પાડી અમીર બને છે. તેને સતત યેન કેન પ્રકારે કરોડપતિ બનવાના કોડ છે.  મગન ગભરુ અને સામાન્ય બેન્કમાં નોકરી કરતો તેનો ખાસ મિત્ર છે. અને સતત તેની ચિંતા સેવતો ગભરાયા કરે છે. અને વિવિધ ગોટાળા કરતો ગમન અચાનક પોતે ગોટાળે ચડે છે તેની હાસ્ય પ્રસ્તુતિ અહીં વેધક રીતે રજૂ થઈ લોક જાગૃતિનું માધ્યમ બની સંદેશો આપે છે. આ નાટકનું કથાબીજ ડૉ.સ્નેહલ હેમંત કુમાર વકીલના દ્વારા આપવામાં આવ્યું છે જે આશરે 25 વર્ષથી સાયબર સિક્યુરિટી સાથે સંકળાયેલ છે. અને તમને નેશનલ તથા ઇન્ટરનેશનલ લૉ એન્ફોરસિમેન્ટ એજન્સીસને ટ્રેનિંગ આપી છે અને સાયબર કેસેસ સોલ્વ કરવામાં મદદ કરી છે. નાટકના અંતમાં ડો. વકીલનાના જણાવ્યા મુજબ વિશ્વમાં ૧૦.૫ ટ્રિલિયન USDનું વાર્ષિક નુકસાન સાયબર ક્રાઈમથી થાય છે તથા ખાલી ભારતમાં રોજના ૭૦૦૦ સાયબર ક્રાઇમ કોમ્પલેન નોંધાય છે. ગુજરાતની વાત કરીએ તો ૨૦૨૪ લગભગ રુપિયા ૨૮૫. ૭૨ કરોડ ક્રિમિનલના બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા તથા ૧૦૮.૦૮ કરોડ વિક્ટિમને રિફંડ આપવામાં આવ્યા હતા. તથા સોશિયલ મીડિયામાં આપણે પાસવર્ડમાં હંમેશા એક સ્પેસ એડ કરાવી જોઈએ અને આપણી પાસે બચાવ માટે ૩ ચાવી છે સિક્યુરિટી એટલે મીનીમમ ટુ સ્ટેપ વર્ફીવિકેશન, પ્રાઈવસી જેમાં આપણે ચેક કરી શકીએ કે આપણા એકાઉન્ટમાં કયા ડીવાઈસથી લોગીન કરવામાં આવ્યું છે અને રિપોર્ટિંગ જેમાં અગર કોઈ પ્રોબ્લેમ હોઈ તો આપણે ડેવલપર્સ તથાં બેંકને રીપોર્ટ કરીએ અને ૧૯૩૦ અથવા www.cybercrime.gov.in પર કોમ્પલેન કરીયે.
હેમંત કુમાર હસમુખ લાલ વકીલના પરિવાર દ્વારા પ્રસ્તૂત નાટક ગમન નો ગોટાળો. આ નાટક સુરત પર્ફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિયેશનના થિયેટર કાફે તરફથી 2 માર્ચ 2025ના રોજ ભજવાયું હતું.

surat
Khabarchhe.com


કથા બીજ : ડૉ. સ્નેહલ હેમંતકુમાર વકીલના ( ઇન્ટરનેશનલ સાયબર લોયર, ડેટા પ્રોટેક્શન એન્ડ એ આઈ સ્પેશિયલ્સ્ટ)
લેખન દિગ્દર્શન: ભાવનાબેન હેમંતકુમાર વકીલના 
સહ લેખન : પીયૂષ ભટ્ટ 
પાત્રો : ગમન : યશ ઉપાધ્યાય 
મગન : પીયૂષ ભટ્ટ_ 
ચમન : દેવ આઠવલે 
રેવાબેન : ભાવના વકીલના 
મોંઘીબેન : શ્વેતા ચૌહાણ 
મહિમા મારફતિયા : ડૉ. પ્રિયલ શુક્લ 
ACP : ડૉ. સ્નેહલ વકીલના

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.