શું કીર્તિ પટેલ ફરી જેલ ભેગી થશે? જાણો આ વખતે શું કર્યું છે

સુરતની સોશિયલ મીડિયા ઈન્ફલ્યૂએન્સર કિર્તી પટેલ અને વિવાદનો ખૂબ જૂનો સબંધ છે. તે ફરી એકવાર કાયદાકીય અને નૈતિક મર્યાદાઓ ઓળંગીને વિવાદમાં આવી ગઈ છે. ગુજરાતમાં જ્યાં જુગાર અને સટ્ટા જેવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ છે ત્યાં કીર્તિ પટેલે જાહેરમાં  પ્રતિબંધિત બેટિંગ એપનું પ્રમોશન કરીને યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

kirti-patel1
ndtv.com

શું છે આખો મામલો?

કીર્તિ પટેલે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પ્રોમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ગુજરાતમાં પ્રતિબંધિત એક ઓનલાઇન બેટિંગ એપની વાત કરી રહી છે. વીડિયોમાં કીર્તિ પટેલ કહે છે કે, ઘણા દિવસથી મેં રાજા ગેમમાં નથી લગાવી બેટિંગ. હવે થઈ ગયું છે મારી પાસે પૈસાનું સેટિંગ અને હું જોરદાર લગાવું છું બહુ મોટી બેટિંગ અને પૈસા જીતીને હું જાઉં છું અત્યારે જ શોપિંગ. તો મારે શોપિંગ કરવાનો હતો iPhone, એની પહેલા મેં રાજા ગેમમાં લગાવી દીધી બેટ. બીગ ઉપર મેં લગાવી દીધા છે 20 હજાર રૂપિયા, તો જોઈએ હવે શું થાય છે. યસ, તો હું 40,000 રૂપિયા જીતી ગઈ અને હું મોબાઈલ લેવા માટે આવી છું. જલસા કરવા હોય તો જીગરના ખેલ તો ખેલવા પડે વાલા, તો જ આવા જલસા થાય.

https://www.instagram.com/reel/DSz2j3niLzD/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

માત્ર આટલું જ નહીં, તેણે લાઈવ વીડિયો દરમિયાન 20,000ની બેટ લગાવીને બતાવી હતી અને થોડી જ વારમાં 40,000 જીતી ગઈ હોવાનો દાવો પણ કર્યો હતો. યુવાનો સરળતાથી આ એપ સુધી પહોંચી શકે તે માટે તેણે પોતાના સોશિયલ મીડિયા બાયોમાં આ એપની ડાઉનલોડ લિંક પણ મૂકી છે. હવે જોવાનું એ રહ્યું કે પ્રતિબંધિત બેટિંગ એપનું પ્રમોશન કરતી કીર્તિ પટેલ સામે પોલીસ કાર્યવાહી થશે કે નહીં? ફરી તે પ્રતિબંધિત એપનું પ્રમોશન કરવા બદલ જેલ ભેગી થશે?

કીર્તિ પટેલના આ વીડિયો સામે સોશિયલ મીડિયા પર રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉઠે છે કે લાખો ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી જ્યારે આવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે ત્યારે તેની અસર યુવાનો પર કેવી પડશે? આવી એપ્સમાં શરૂઆતમાં લાલચ આપીને બાદમાં લોકો હજારો-લાખો રૂપિયા ગુમાવતા હોય છે. ગુજરાતમાં ઓનલાઇન ગેમ્બલિંગ અને બેટિંગ એપનું પ્રમોશન કરવું એ કાયદેસર ગુનો બને છે. માત્ર મોજશોખ કે મોંઘા ફોન લેવા માટે જુગાર રમવો એ સમાજ માટે ખોટો સંદેશ છે.

આ અંગે સાઇબર ક્રાઇમ DCP B-શાખા જૈને જણાવ્યું હતું કે, બેટિંગ એપનો યુઝ કરવો એ ગેરકાયદેસર છે અને તેનું પ્રમોશન કરવું પણ ગેરકાયદેસર છે. જેથી આ ઇન્ફ્લૂએન્સર સામે આગામી દિવસોમાં ગુનો નોંધાવાની પૂરી શક્યતાઓ છે. ગુજરાતમાં બેટિંગ એપ પર પ્રતિબંધ છે.

kirti-patel2
gujaratsamachar.com

આ અગાઉ પણ કીર્તિ જઇ ચૂકી છે જેલ

આ અગાઉ પણ કીર્તિ પટેલ ઘણી વખત પોલીસના સકંજામાં આવી ચૂકી છે. તેના પર ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા છે અને થોડો સમય પહેલા જ જેલમાંથી બહાર આવી છે. તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી. ત્યારબાદ તેણે 93 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. જોકે, આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતા તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી. જેથી કાપોદ્રા પોલીસ દ્વારા PASA હેઠળ પકડીને તેને વડોદરા જેલમાં મોકલી દેવામાં આવી હતી ખાતે ધકેલી દેવામાં આવી હતી.

લસકાણા પોલીસે રેતી–કપચી વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદના આધારે કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. અલ્પેશ ડોંડાના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલ તેની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની સાથે ધમકીભરી ભાષા વાપરી રહી હતી. વેપાર સંબંધિત મુદ્દાઓને આધારે કીર્તિ પટેલે તેના પર ખંડણી જેવા પ્રયાસો કર્યાનો પણ આક્ષેપ નોંધાયો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા

ગુજરાતની રાજનીતિમાં હાલમાં એક નવું પરિવર્તન જોવા મળી રહ્યું છે જ્યાં યુવા નેતાઓની તીકડી વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર...
Opinion 
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા

'50 ખોકે એકદમ ઓકે'એ ભાજપ-શિંદે સેનાની મિત્રતાનું સત્ય ઉજાગર કરી દીધું

‘જેના માટે આપણે દુનિયાથી મોઢું ફેરવી લીધું હતું, તે આજે અજાણ્યો બની ગયો છે, શું કરીએ?’ ...
Politics 
'50 ખોકે એકદમ ઓકે'એ ભાજપ-શિંદે સેનાની મિત્રતાનું સત્ય ઉજાગર કરી દીધું

સુઝુકીનું ઇલેક્ટ્રિક સ્કૂટર E-એક્સેસ લોન્ચ, પણ કિંમત એટલી છે કે બે વાર વિચારવું પડે

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ આખરે ભારતીય બજારમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર, E-એક્સેસ લોન્ચ કરી દીધું છે. આ નવા ઇલેક્ટ્રિક...
Tech and Auto 
સુઝુકીનું ઇલેક્ટ્રિક સ્કૂટર E-એક્સેસ લોન્ચ, પણ કિંમત એટલી છે કે બે વાર વિચારવું પડે

ડોનાલ્ડ ટ્રમ્પ જેના વિશે આક્રમક થઇ રહ્યા છે તે ગ્રીનલેન્ડ વિશ્વના નકશામાં ક્યાં છે? તેમને કેમ છે આમાં રસ

ડેનમાર્કનું ગ્રીનલેન્ડ આ દિવસોમાં હેડલાઇન્સમાં છવાયેલું છે. તેનું કારણ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ગ્રીનલેન્ડ પર 'કબજો' કરવાનું નિવેદન...
World 
ડોનાલ્ડ ટ્રમ્પ જેના વિશે આક્રમક થઇ રહ્યા છે તે ગ્રીનલેન્ડ વિશ્વના નકશામાં ક્યાં છે? તેમને કેમ છે આમાં રસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.