મોરારી બાપુએ હિમાચલ પ્રદેશમાં સેવા ભારતી સંસ્થાને 25 લાખ આપ્યા

છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં અતિવૃષ્ટિને કારણે જાન અને માલનું ભયંકર નુકસાન થવા પામ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે સેંકડો માણસો તેમજ પ્રાણીઓ મોત નિપજયા છે. ભૂસ્ખલન જેવી પરિસ્થિતિને કારણે લોકોના માલ- મિલકત માટે પણ વિકટ સ્થિતિ ઊભી થવા પામી છે.

ગત જુલાઈમાં મોરારી બાપુએ અમેરિકાના બોસ્ટનમાં કથા કરી હતી અને એ સમયે મોરારિબાપુએ રામકથાના શ્રોતાઓના સહયોગ વડે હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક આપદા આવી હતી તે માટે રૂપિયા 25 લાખનું અનુદાન જાહેર કર્યું હતું.

મોરારી બાપુની સંવેદના રૂપે શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવાનું અદભુત કાર્ય કરી રહેલી સેવા ભારતી સંસ્થા કે જે માનવસેવા અને માનવીય મૂલ્યોનેના કાર્યને વરેલ છે તેને રુપિયા 25 લાખનું અનુદાન મોકલવામાં આવ્યું છે. સેવા ભારતી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશના દુર દરાજના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેમાં આ રાશિ અર્પણ કરવામાં આવી છે. આ રાશિ અર્પણ કરવા બદલ સેવા ભારતી સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Copyright (c) Khabarchhe All Rights Reserved.