રાષ્ટ્રીય ફાયર સેવા સપ્તાહ: AM/NS India શહેરને ઈમરજન્સી સેવા આપવા તત્પર

હજીરા-સુરત, એપ્રિલ 14, 2025: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) સુરતના આર્થિક વિકાસમાં ફક્ત મોટી ઉદ્યોગ કંપની તરીકે જ નહીં, પણ સલામતી વધારવા માટે જવાબદાર ભાગીદાર તરીકે પણ યોગદાન આપી રહી છે.

સુરતના મહત્વનો ઔદ્યોગિક વિસ્તાર ગણાતાં હજીરામાં સ્થાપિત AM/NS Indiaએ ઉદ્યોગ વિકાસ સાથે જાહેર સલામતીની જવાબદારીને પણ મહત્વ આપ્યું છે અને હજીરા વિસ્તારની સુરક્ષાને મજબૂત બનાવવા માટે હજીરા એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (HADA) સાથે પણ નજીકથી કાર્ય કર્યુ છે. હજીરા વિસ્તારમાં ઉદ્યોગોનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જેની સાથે ઈમરજન્સી સજ્જતામાં પડકારો પણ વધ્યા છે. AM/NS India પોતાની ફાયર સર્વિસ ટીમની સાથે કંપની અને હજીરા વિસ્તારની સાથો-સાથ શહેરની ઈમરજન્સી વ્યવસ્થામાં મદદરૂપ થઈ રહ્યું છે.

surat
Khabarchhe.com

થોડા સમય પૂર્વે સુરતના શિવ-શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ દરમ્યાન, AM/NS Indiaની ફાયર સર્વિસ ટીમે સુરત ફાયર વિભાગ અને અન્ય ઉદ્યોગોની ટીમ સાથે ખભેથી ખભા મિલાવી આગ બુઝાવવામાં મદદ કરી હતી. આ આગને બુઝાવવા 30 કલાકનો લાંબો સમય લાગ્યો હતો, જેમાં હજીરાની બધી મોટી ઉદ્યોગ કંપનીઓની ફાયર ટીમોએ મળીને કામ કર્યું હતું.

છેલ્લા 15 મહિનામાં હજીરા અને તેના આસપાસના વિસ્તારમાં 15 જેટલી આગની ઘટનાઓ બની હતી. દરેક સમયે AM/NS Indiaની ફાયર ટીમ તાત્કાલિક પહોંચી અને સુરત ફાયર વિભાગ તથા અન્ય વિભાગો સાથે મળીને અકસ્માત બચાવ કામગીરી કરી છે.પાછલા મહિનાઓમાં AM/NS Indiaની ફાયર ટીમે અનેક ઈમરજન્સી પરિસ્થિતિઓમાં સતત તંત્રને સમર્થન આપવાનો પ્રયત્ન કર્યો છે. 24 ફેબ્રુઆરી, 2024ના રોજ હજીરા ગામ પાસે એક ડમ્પર પાર્ક કરેલા અન્ય વાહન સાથે અથડાયું હતું, ત્યારે AM/NS Indiaની ફાયર ટીમે SMC અને GAILની ટીમ સાથે મળીને ડ્રાઈવરને અકસ્માતગ્રસ્ત વાહનમાંથી બચાવવાની સાથો-સાથ તાત્કાલિક સારવાર અપાવવા સુધીની કામગીરીમાં સહાય આપ્યો હતો. તે પ્રમાણે, 20 માર્ચ, 2025ના રોજ જળદેવી સર્કલ, હજીરા પાસે ટેન્કર અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરને બચાવી, તેને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

surat
Khabarchhe.com

તદુપરાંત, 22 માર્ચે પોર્ટ ગેટ, હજીરા સામે LPG ગેસ કટીંગ સેટમાં લાગેલી આગને ટીમે ઝડપી કાબૂમાં કરી અને સિલિન્ડર ફાટવાની શક્યતાઓને ટાળી હતી.
સંતોષ મુંધડા, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, પ્રોજેક્ટ્સ - હજીરા અને ડેપ્યુટી CTO, AM/NS India જણાવે છે કે, “AM/NS Indiaમાં સલામતી સૌપ્રથમ છે અને દરેક માટે જરૂરી છે. સુરત એ અમારું ઘર છે અને જાહેર સુરક્ષા એ અમારી ફરજ તેમજ જવાબદારી છે. અકસ્માતમાં ફસાયેલા લોકોને બચાવવાનો મુદ્દો હોય કે આગ જેવી દુર્ઘટનાઓ અટકાવવાનો મુદ્દો હોય, અમારી ફાયર ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય ફાયર સેવા સપ્તાહ થકી અમને તેમનો આભાર વ્યક્ત કરવાની યોગ્ય તક મળી છે.”

AM/NS India એપ્રિલ 14 થી 20, 2025 દરમિયાન રાષ્ટ્રીય ફાયર સેવા સપ્તાહ ઉજવી રહી છે, જેમાં પોતાની ફાયર ટીમના મહેનતી સભ્યો તથા ફરજમાં શહીદ થયેલા ફાયર ફાઇટર્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. હજીરા ખાતે ઉજવણી  થવા જઈ રહેલા ફાયર સેવા સપ્તાહ દરમિયાન વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરાઈ રહ્યું છે – જેવી કે જૂથ સ્પર્ધાઓ, આગ નિવારણ વિષયક ઑનલાઇન ક્વિઝ, શાળાના બાળકો માટે ફાયર સલામતીની માહિતી અને મોટા પાયે જન-જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રયત્નો AM/NS Indiaના સ્થાનિક સમુદાયની સલામતી અને કલ્યાણ માટેની સતત પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.

About The Author

Related Posts

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.