- Gujarat
- ગુજરાતના આ જિલ્લાના લોકો સાચવજો, આ 3 દિવસ ભારે વરસાદની ચેતવણી છે
ગુજરાતના આ જિલ્લાના લોકો સાચવજો, આ 3 દિવસ ભારે વરસાદની ચેતવણી છે
ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4થી6 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકાએ એક ચેતવણી જારી કરીને કહ્યું છે કે, ભારતના હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સુરતના લોકોને 4થી 6 સપ્ટેમ્બર સુધી વિશેષ કાળજી રાખવાની સુચના આપવામાં આવે છે.
હવમાન વિભાગે નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ અને છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેંજ એલર્ટ
5 તારીખે બોટાદ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેંજ એલર્ટ અને 6 તારીખે, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ માટે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

