સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કામલીલાનો કથિત વીડિયો વાયરલ, ટ્રસ્ટી કહે- વીડિયો જૂનો છે

એક વીડિયો વાયરલ થવાની સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખત રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામના સ્વામિનારાયણગુરુકુળના ખજાનચીનો કથિત વીડિયો વાયરલ થતા હાહાકાર મચી ગયો છે. સ્વામીનો કથિત વાયરલ વીડિયોના કારણે સંપ્રદાય ચર્ચામાં આવી ગયો છે. આ વીડિયોમાં ગુરુકુળના ખજાનચીને ભગવાધારી યુવાન સાથે કથિત રીતે કામલીલા કરતા દર્શાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Swaminarayan-Gurukul

વીડિયો વાયરલ થતા જ સનાતની સમુદાયમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સ્વામીને બરતરફ કર્યા છે. ટ્રસ્ટીઓ આ વીડિયો 8-9 મહિના જૂનો હોવાનો દાવો કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વધુ એક સ્વામીનો કથિત વીડિયો વાયરલ થતા, વીડિયોમાં દેખાતા સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને પર ડાઘ લગાવ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં, ફરેણી ગુરુકુળના ખજાનચી હરીચરણ સ્વામી અન્ય એક ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા દેખાય છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયો સામે આવ્યા બાદ ઘણા હરિભક્તો એવુ કહી રહ્યાં છે કે, સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળનું નામ ખરાબ કર્યું છે. જે તે સમયે આ વીડિયો બહાર ના આવે તેના માટે પ્રયાસ કરાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

આ વાયરલ વીડિયો રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામના ગુરુકુળના ખજાનચી સ્વામીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને વીડિયોમાં દેખાતો સ્વામી એક યુવાન સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. મંદિરના ટ્રસ્ટી મયુરભાઇ શિંગાળાએ જણાવ્યું, કે, વાયરલ વીડિયો લગભગ 8-9 મહિના જૂનો છે. વાયરલ વીડિયો અમારી ધ્યાનમાં આવતા જ અમે તે સાધુને સાધુભ્રષ્ટ કરી બરતરફ કરી દીધો છે. હાલ તેઓ ક્યાં છે તે અમને ખબર નથી. સંપ્રદાય વિરૂદ્ધ કામ કર્યું હોવાથી તેમને સાધુ પદેથી હટાવીને તાત્કાલિક દૂર કરી દેવામાં આવ્યા છે.

Swaminarayan-Gurukul2

તેમણે વધુમાં જણાવ્યું કે, અમે એમને પૂછપરછ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, હા મારાથી આ ભૂલ થઇ ગઇ છે. જેથી અમે ટ્રસ્ટીઓએ નક્કી કરી તેમને દૂર કરી દીધા હતા. આ વિદ્યાર્થી કોણ છે એ અમને ખબર નથી. સ્કૂલના કોઇ વિદ્યાર્થી કે વાલી અને સ્ટાફ તરફથી કોઇ ફરિયાદ મળી નથી. સંપ્રદાયને લાંછન લાગે તેવું કૃત્ય હોવાથી અમે તેમને તાત્કાલિક દૂર કરી દીધા છે.

આ ઘટના પર જ્યોતિર્નાથ મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આવા બાવાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે અને સમાજના લોકોને પણ આવા સાધુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. જ્યોતિર્નાથ મહારાજ અને અન્ય હિન્દુ સંતોએ વાયરલ વીડિયોને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયની નિંદા કરી છે.

Top News

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.