- Gujarat
- CM રૂપાણીના રસ્તામાં છે ઘણા બધા કાંટા, જુઓ શું કહે છે તેમની કુંડળી
CM રૂપાણીના રસ્તામાં છે ઘણા બધા કાંટા, જુઓ શું કહે છે તેમની કુંડળી
183 બેઠકોની ગુજરાત વિધાનસભામાં 99 સીટ જીતીને સત્તા પર આવેલી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સળંગ છઠ્ઠી વખત પોતાની સરકાર બનાવી છે. 26 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યાને 35 મિનિટે વિજય રૂપાણીએ સતત બીજી વખત મુખ્યમંત્રી પદ માટેની શપથ ગ્રહણ કરી. આ પહેલા વિજય રૂપાણીએ 7 ઓગસ્ટ, 2016ના આનંદીબેનના રાજીનામા બાદ પદ સંભાળ્યું હતું.
CM વિજય રૂપાણીની જવાબદારી આ વર્ષે વધુ ચેલેન્જિંગ રહેશે કારણ કે વિપક્ષ કોંગ્રેસે હાલની વિધાનસભાની ચૂંટણીમાં 77 બેઠકો પર જીત મેળવી પોતાની પકડ મજબૂત બનાવી છે. કુંભ લગ્નની શપથ ગ્રહણ કુંડળીમાં લગ્ન પર પડી રહેલી ગુરુ અને શનિની દૃષ્ટિ એક સ્થિર સરકારનો જ્યોતિષીય સંકેત છે.
પરંતુ મીન રાશિમાં આવેલો ચન્દ્રમા કેનદ્રુગ યોગમાં છે કારણ કે તેના પર ન તો કોઇ ગ્રહની દૃષ્ટિ છે ન તો તેની આગળ અને પાછળના ભાવોમાં કોઈ અન્ય ગ્રહ સ્થિત છે. ચન્દ્રમાની આ નબળી સ્થિતિને કારણે મુખ્યમંત્રી રૂપાણીને રાજ્યની જનતાનો વધુ સહયોગ નહીં મળે.
CM વિજય રૂપાણીની શપથ ગ્રહણ કુંડળીમાં ચન્દ્રમા નબળો થઈ કેમદ્રુમ યોગમાં હોવું અને ગુરુની સાથે 6/8ના અશુભ સંબંધમાં શકટ યોગ બનવું આ દેવાની સમસ્યાને ઘણો મોટો મુદ્દો બનાવી શકે છે. પરંતુ શપથ ગ્રહણ કુંડળીમાં ભાગ્યેશ શુક્ર અને લાભેશ ગુરુનું શાનદાર પરિવર્તન યોગ એક ધન યોગ બની રહ્યો છે, જો કે રૂપાણી સરકારને ટેક્સના માધ્યમથી રાજ્યના વેપારીઓ દ્વારા રેકોર્ડ રાજસ્વ અપાવી રાહત આપી શકે છે.
શપથ ગ્રહણ કુંડળીમાં પાચમા અને નવમા ભાવ પર પડી રહેલા મોટા ગ્રહોનો પ્રભાવ રાજ્યમાં ઉચ્ચ શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક મોટા રોકાણનો સંકેત આપે છે. CM વિજય રૂપાણીની સરકાર શિક્ષા, સ્વાસ્થ્ય અને સામાજિક ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રાજ્યના ગ્રામીણ જનતાનો અસંતોષ ઓછો કરવાની કોશિશ કરશે. 1 જાન્યુઆરી 1960ની મધ્ય રાત્રિએ સ્થાપિત થયેલા ગુજરાત રાજ્યની સ્થાપના કુંડળી પર દૃષ્ટિ નાખીએ તો ત્યાં ચાલી રહેલા બુધમાં રાહુની પ્રતિકૂળ વિશોશંતરી દશા માર્ચ 2019 સુધી રૂપાણી સરકાર માટે ચેલેન્જોથી ભરેલો સમય બતાવી રહ્યો છે.
દશકમાં બેઠેલા રાહુના પ્રભાવથી રાજ્યને એક વાર ફરીથી આરક્ષણ સમર્થક અને અન્ય કેટલાક સામાજિક આંદોલનોની સમસ્યાથી લડવું પડે તેમ છે. હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની તિકડી રૂપાણી સરકાર માટે 2019ના લોકસભા ચૂંટણી માટે માથાનો દુખાવો બની શકે છે. ધનુ લગ્નની ગુજરાતની કુંડળીમાં લગ્નેશ ગુરુની અંતર્દશામાં 2019ના મધ્યથી 2021ના મધ્ય સુધી તેજીથી સકારાત્મક આર્થિક અને સામાજિક બદલાવ લાવશે.

