શું તમે જાણો છો સુરત શહેરનું નામ કેવી રીતે પડ્યું?

સુરત નામ કેમ પડ્યુ તેના પર ઘણા તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. રાંદેરની એક વારાંગના નામ સૂરજના નામ પરથી પડ્યુ છે, તો ક્યાંક કંડારાયું છે કે ગોપી મલિકની માતા સૂરજના નામ પરથી પડ્યુ છે. રૂમી નામના એક તુર્કી સોદાગરની પત્ની સુરતાના નામ પરથી પડ્યુ છે, કામરેજના રાજાની અહીં સુરજવાડી હતી તે પરથી અને સૂરતજી નામના માછી લોકોના વડાના નામ પરથી પડ્યુ છે એમ પણ કહેવાય છે. આ બધી માન્યતાઓ સુરત અગિયારમી સદીના અરસામાં ફરી વસ્તુ તે પછીનો છે. પણ શહેરને સૂર્યપુર,બ્રહ્મપુર,બ્રહ્મારણ્ય, તાપીપુર અને બુદ્ધપુર એક કે બુધ અને સૂર્યનું આ રીતે વર્ણવવામાં આવ્યુ છે.

સુરતના કતારગામના કાંતારેશ્વરમાં સૂર્ય એ તપ કરેલું, તેના પૂત્રો અશ્વિની કુમારો અશ્વિની કુમારમાં રહીને વિદ્યા ભણ્યા, તાપી સૂર્યપૂત્રી કે સુર્ય દેહા કહેવાય છે. સુરતમાં આવેલા રાંદેર વિસ્તારનું મૂળ નામ રન્નાદે અને પાસે જ કુરુક્ષેત્ર પણ છે. એ બધા પરથી પુરાણા કાળમાં અહીં સૂર્યપુર નામે સ્થાન હોવાની વિષે કોઇ શંકા નથી.

અહીં સૂર્યપુર હતુ, તે કાળના ગર્ભમાં વિલીન થયું ને પછી હજારો વર્ષે એટલે કે લગભગ અગિયારમી સદીમાં અહીં પાછો વસવાટ થયો. રાંદેર તે વખતે સમૃદ્ધ નગર હતુ. તે તૂટીને સુરત વસ્યુ એમ લાગે છે. જૈન ગ્રંથોમાં પણ સૂર્યપુરનો ઉલ્લેખ મળી આવ્યો છે. એટલે અગિયારમી સદી પહેલા નષ્ટ થયેલું શહેર તે સૂર્યપુર ને તે પછી નવું વસ્યુ તે સુરત એમ માનીને ચાલીએ તો ખોટું નથી.

About The Author

Related Posts

Top News

SIRના ત્રીજા તબક્કાનું સમયપત્રક જાહેર કરાયું, આ હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે

દેશભરમાં મતદાર યાદીઓને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે, ચૂંટણી પંચે આખરે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ...
National 
SIRના ત્રીજા તબક્કાનું સમયપત્રક જાહેર કરાયું, આ હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે

સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે સંકળાયેલા એસ્ટેટ અને કૌટુંબિક ટ્રસ્ટ વિવાદના કિસ્સામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં...
National 
સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે અમેરિકા અને ચીન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠકમાં મિત્રતા અને તણાવ બંનેનો પરિચય થયો. ચીનના...
World 
પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ગુરુવારે વકીલના પોશાક પહેરીને કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં...
National 
ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.