ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ કેમ? શું આ સફળ થશે?

જ્યારે કોઈ પણ સમાજમાં કોઈ પરિવર્તન આવે છે, ત્યારે લોકો તેને ખૂબ જ પ્રતિકાર સાથે સ્વીકારે છે, કારણ કે આપણને જૂની વ્યવસ્થાની એટલી આદત પડી ગઈ હોય છે કે, આપણે નવી વ્યવસ્થાને અપનાવવાનું ટાળવા લાગીએ છીએ. આવું જ કંઇક આ દિવસોમાં ગુજરાતમાં વીજળી વિભાગ દ્વારા શરૂ કરાયેલા પ્રીપેડ સ્માર્ટ મીટરમાં જોવા મળી રહ્યું છે. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જનતા શા માટે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહી છે.

અત્યાર સુધી જે વાત સામે આવી છે તે મુજબ, વિરોધ કરવા પાછળનું કારણ સ્માર્ટ મીટર રેગ્યુલર મીટર કરતા વધુ ઝડપથી ચાલે છે તેવું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના કારણે બિલ બમણું થઈ રહ્યું છે. લોકોની વાત સાંભળીને એવું લાગે છે કે, જાણે બધા જ મીટર ખરાબ છે અને આ સ્માર્ટ મીટર આવવાથી આખી સિસ્ટમ પડી ભાંગશે. જે રીતે લોકોના વિરોધની રીલ વાઈરલ થઈ રહી છે, પહેલી નજરે તો એવું જ લાગી રહ્યું છે. સ્થાનિક ન્યૂઝ ચેનલોમાં પણ બિલ વધારે આવવાની વાતો હતી, પરંતુ તેની પાછળનું કારણ કોઈ બતાવતું ન હતું.

જ્યારે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી અને તમામ હકીકતો ચકાસવામાં આવી ત્યારે જે બાબતો સામે આવી તેમાંથી જાણવા મળ્યું કે, સ્માર્ટ મીટર ઝડપી ચાલે છે તે અંગેની તમામ અફવાઓ ખોટી માન્યતાઓથી ભરેલી છે. આ કારણે હકીકતો સાચી રીતે રજુ કરવી ખૂબ જ જરૂરી છે. એવું જાણવા મળ્યું કે, લોકોના મનમાં કોઈ શંકા ન રહે તે માટે 100 મીટરના દરેક ક્લસ્ટરમાં રેન્ડમ ધોરણે 5 જૂના મીટર પણ લગાવવામાં આવશે જેને નવા પ્રિ-પેઈડ મીટર સાથે પણ જોડવામાં આવશે જેથી રીડિંગ થઈ શકે. અને તેની સાથે સરખામણી થઇ શકે. તો પછી આ ગેરસમજ ક્યાંથી આવી કે, આ મીટર ઝડપથી ચાલે છે?

મીટરો ઝડપથી ચાલતા હોવાની ગેરસમજનું સૌથી મોટું કારણ એ છે કે જે ઘરોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ નવા મીટર લગાવવામાં આવ્યા છે, ત્યાંના રહેવાસીઓની સગવડતા માટે તે સમયે જૂના મીટરનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું ન હતું. પરિવારના સભ્યોના ધ્યાને લાવ્યા પછી વપરાશ ચાર્જને 180 દિવસમાં વિભાજિત કરી તેને રોજના નવા મીટરના વપરાશમાં ઉમેરવાનું શરૂ કર્યું, જેના કારણે લોકોને આશ્ચર્ય થયું કે 10 દિવસમાં આટલા વધારાના પૈસા ક્યાં ખર્ચાયા.

આ સિવાય પ્રી-પેઈડ મીટરમાં એવી જોગવાઈ છે કે, ગ્રાહકે મોબાઈલ ફોનની જેમ એડવાન્સમાં મીટર રિચાર્જ કરાવવું પડશે અને જો તેનો વપરાશ પ્રી-પેઈડ રકમથી રૂ. 300થી વધુ થઈ જવા સુધી પણ તેની વીજળી કાપવામાં આવશે નહીં. એટલે કે એટલું ક્રેડિટ તે મેળવશે. જો કે, 300 રૂપિયાની રકમ ઉપર થઇ ગયું તો, પાવર કટ થઈ જશે અને રિચાર્જ કર્યા પછી કનેક્શન આપમેળે ફરીથી શરૂ થઈ જશે. રસપ્રદ વાત એ છે કે માઈનસ 300 રૂપિયામાં ગયા પછી પણ વીજળી વિભાગ ગ્રાહકને 5 દિવસનો ગ્રેસ પીરિયડ આપી રહ્યું છે. જો આ સમયગાળામાં પણ રિચાર્જ નહીં થાય તો પાવર કાપવામાં આવશે.

વડોદરાની એક ઘટના પરથી આખો મામલો સમજીએ. વડોદરામાં એક મહિલા એવું કહેતી જોવા મળી રહી છે કે, તેનું બિલ બમણું થઈ ગયું છે. તેની વાસ્તવિકતા એ છે કે, રિચાર્જની રકમનો ઉપયોગ કર્યા પછી, મહિલાએ 300 રૂપિયાની મર્યાદા વટાવી દીધી હતી. 5 દિવસનો વધારાનો સમય પણ વીતી ગયો હતો અને એ પછી 3 દિવસની રજા આવી (નિયમ મુજબ રજાના દિવસે પણ વીજળી કાપવામાં આવી ન હતી). અને ત્યાર પછી વીજળી કપાઈ જતાં તેણે સબ ડિવિઝન ઓફિસમાં જઈને રિચાર્જ કરાવ્યું હતું.

મહિલાનું કનેક્શન શરૂ થઈ ગયું પરંતુ તેના રૂ.1500ના રિચાર્જમાંથી રૂ. 300ની એક્સેસ રકમ + 8 દિવસ માટે એક્સેસ વપરાશ ચાર્જ (જેમાં સમય મર્યાદા વટાવી જવા છતાં પાવર ડિસ્કનેક્ટ થયો ન હતો) તરત જ કાપી લેવામાં આવ્યો. હવે માહિતીના અભાવે તેને લાગ્યું કે તેનું બિલ વધારે આવી રહ્યું છે, પરંતુ ત્યાર પછી જ્યારે તેને સાચું કારણ જણાવવામાં આવ્યું તો તેની મૂંઝવણ દૂર થઈ ગઈ. જો કે, ત્યાં સુધીમાં આ સમાચાર એટલા વાયરલ થઈ ગયા હતા કે, અન્ય જિલ્લાના લોકોને પણ એવું લાગવા લાગ્યું હતું કે તેમના મીટર પણ ઝડપથી ચાલી રહ્યા છે. આને કહેવાય છે ‘ફિયર ઑફ અનોન’, એટલે કે જ્યારે પણ કોઈ નવી સિસ્ટમ આવે છે, ત્યારે તેના વિશે શંકા રહે છે.

આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે સરકારે તેના વિશે વધુ જાગૃતિ ફેલાવવાની જરૂર છે, કારણ કે આ સિસ્ટમ ખરેખર ઉપયોગી છે કારણ કે: તેનાથી આપણને વીજળીના વપરાશ વિશે વાસ્તવિક સમયની માહિતી મળશે અને આપણે તેના પર નિયંત્રણ પણ કરી શકીશું. સરકારી સ્તરે વિતરણ ખોટ પણ ઘટશે. જો વિભાગના હાથમાં પૈસા હશે તો સેવાઓ પણ વધુ સારી બનશે.

બિહાર, આસામ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં સ્માર્ટ મીટર સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. નોઈડાની મોટી કોલોનીઓમાં પણ આ સિસ્ટમ સફળતાપૂર્વક ચાલી રહી છે, તો ગુજરાતમાં કેમ નહીં? જો કે, આ સિસ્ટમને સુરત, ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યાં આ મીટરો પહેલા GEB કોલોનીમાં અને ત્યાર પછી સુરતના પાલ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા, જ્યાં લોકો ઝડપથી માહિતી સ્વીકારી શકતા હતા. આ રીતે જોવામાં આવે તો, સ્માર્ટ મીટરનો વિરોધ ખોટી માન્યતાઓ પર આધારિત છે અને જાગૃતિના અભાવે થઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.