મહિલાએ પ્રેમીને દાહોદથી સુરત બોલાવ્યો અને પતિનું કાસળ કાઢી નાખ્યું

સુરતના ડિંડોલી વિસ્તારમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના પતિની હત્યા માટેનો પત્નીએ જ પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. દાહોદથી પત્નીએ પ્રેમીને સુરત બોલાવ્યો હતો અને પોતાના પ્રેમમાં અડચણરૂપ બનેલા પતિની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. આથી દાહોદથી આવેલા પ્રેમીએ રાતના સમયે ફૂટપાથ પર નિદ્રા માણી રહેલા પોતાની પ્રેમિકાના પતિને છાતીમાં ચપ્પુ મારી ફરાર થઈ ગયો હતો.

જે બાદ શ્રમજીવી યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તે ત્યાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. તો બીજી તરફ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર પત્ની અને તેના પ્રેમીની ધરપકડ પણ કરી લીધી છે.

ડિંડોલી સણિયા કણદે ગામ પાસે આવેલ આત્મીય સંસ્કારધામ સંકુલની બાંધકામ સાઈટમાં કામ કરતા શ્રમજીવી ખુમાનભાઈ મંગાભાઈ ભૂરિયા ગત 28 ડિસેમ્બરના રોજ વહેલી સવારે પોતાની પત્ની તથા બાળકી સાથે પતરાંના શેડમાં સૂતાં હતાં. તે સમયે ત્યાં ધાબળો ઓઢીને સૂતેલા ખુમાનભાઈ પર એક અજાણ્યો ઇસમ છાતીના ભાગે ચપ્પુથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન આજુબાજુમાં રહેતા શ્રમજીવી મજૂરો જાગી ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે ખુમાનભાઈને સારવાર અર્થે લઇ ગયા હતા. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે ખુમાનભાઈની પત્ની ગીતાબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં હતી. જે ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર સામે તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર મામલામાં સતર્કતાથી અને ગંભીરતાથી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેને લઇ શ્રમજીવી યુવક પર હુમલો થયો ત્યારે તેની આસપાસ રહેતા અન્ય શ્રમજીવી લોકોની પણ સુરતની ડિંડોલી પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે ખુમાનભાઈની પત્ની ગીતાબેનની પણ આ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં. ખુમાનભાઈની પત્નીના જવાબો પર પોલીસને શંકા ગઈ હતી આથી પોલીસે તેની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડી હતી અને તેણે ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, પોતાના પતિની હત્યાનો પ્લાન તેણે બનાવ્યો હતો.

પોલીસ આગળ ગુનાની કબૂલાત કરતાં પત્ની ગીતાબેને જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચેક વર્ષથી તેનો તેના પતિના ગામના કૌટુંબિક ભાઈ લાલા ભૂરિયા સાથે પ્રેમસંબંધ છે. પ્રેમી લાલા ભૂરિયા તથા તે અને તેનો પતિ કોરોના લોકડાઉન સમયે સુરત શહેરમાં અલગ અલગ બાંધકામ સાઈટ પર સાથે મજૂરીકામ કરતાં હતાં. જે દરમ્યાન મારા પતિને અમારા બંનેના પ્રેમસંબંધ વિશે ખબર પડી ગઈ હતી. જેને કારણે તેમના ગામ બિલવાણ ખાતે તેના પતિ અને પ્રેમી વચ્ચે ગત રક્ષાબંધનના સમયે ઝઘડો થયો હતો. જે બાદ, પોતાના પતિ અને બાળકી સાથે તેઓ સુરત આવી ગયા હતા અને ડિંડોલીમાં સણિયા કણદે ખાતે આવેલી બાંધકામ સાઈટ આત્મીય સંસ્કારધામ સંકુલ પર તેઓ મજૂરીકામ કરતા હતા. જે દરમિયાન પોતાના પ્રેમી લાલા ભૂરિયાને ગીતાબેને ફોન કરીને દાહોદથી સુરત બોલાવી લીધો હતો અને પોતાના પ્રેમમાં અડચણરૂપ એવા પતિનો કાંટો કાઢી નાખવા માટે જણાવ્યું હતું.

પ્રેમી લાલા ભૂરિયા આ પ્લાન મુજબ સુરત આવી ગયો હતો અને સુરતમાં આવી તે બે દિવસ રોકાયો હતો. જે દરમ્યાન ખુમાનભાઈ જ્યારે ઊંઘમાં હોય ત્યારે જ તેમની હત્યા કરવાના બનાવવામાં આવેલા પ્લાનને અંજામ આપવા ગત 28 ડિસેમ્બરના રોજ ધાબળો ઓઢીને સૂતેલા ખુમાનભાઈ પર છાતીના ભાગે ચપ્પુનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી લાલા ભૂરિયા ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાબતે પોલીસને સમગ્ર હકીકત વિશે જાણકારી મળતા પોલીસે સૌપ્રથમ પત્ની ગીતા ભૂરિયાની તેના પતિને મારવાના કાવતરા બદલ ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેના પ્રેમી લાલા ભૂરિયાની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન મહિલાનો પ્રેમી અને ભોગ બનનારનો પિતરાઈ ભાઈ લાલા ભૂરિયાની પણ પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી લીધી હતી. બંનેની ધરપકડ કર્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.