- Gujarat
- અમદાવાદમાં પતિ મિત્રની વિધવા સાથે પ્રેમમાં પડતા પત્ની પહોંચી પોલીસ સ્ટેશન
અમદાવાદમાં પતિ મિત્રની વિધવા સાથે પ્રેમમાં પડતા પત્ની પહોંચી પોલીસ સ્ટેશન
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે તેના પતિએ મિત્રના અવસાન બાદ તેની વિધવા પત્ની સાથે સંબંધ બાંધ્યા અને તેને પામવા માટે પત્ની પર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો.
30 વર્ષીય મહિલાએ 2014માં લગ્ન કર્યા હતા. થોડા વર્ષો બાદ પતિનો સાબરમતી વિસ્તારમાં રહેતા મિત્રનું અવસાન થયું. ત્યારથી પતિ વારંવાર મૃતકની પત્નીને મળવા જતો હતો અને ધીમે ધીમે બંને વચ્ચે નજીકતા વધતા ખુલ્લેઆમ મળવા લાગ્યા. પત્નીએ આ બાબતે વિરોધ કર્યો ત્યારે પતિ ઝઘડો કરી તેને મારપીટ કરતો હતો.

મહિલાના જણાવ્યા મુજબ, પતિ ઘરમાં સૌની સામે પ્રેમિકા સાથે ફોન પર વાત કરતો અને એક પ્રસંગે તે પ્રેમિકાના ઘરમાંથી રંગેહાથ ઝડપાયો હતો. આ ઘટના બાદ થયેલા ઝઘડામાં કંટાળી મહિલાએ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. છતાં પણ પતિએ દારૂના નશામાં તેના પિયરમાં જઈ ગાળાગાળી કરી, માર મારીને ઘરમાંથી કાઢી મુકવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અંતે કંટાળેલી મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો. પોલીસએ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે, જે સમાજ માટે ચિંતાજનક ગણાય છે.

