NMCનો મોટો નિર્ણય, જે ડૉક્ટર્સ જેનેરિક દવાઓ નહીં લખશે, તેમના લાયસન્સ રદ થશે

NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે જે દેશના તબીબોની ઉંઘ હરામ કરી શકે છે.NMC દ્રારા જારી કરવામાં આવેલા નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, બધા તબીબોએ જેનેરિક દવાઓ લખવી પડશે, એમ  નહીં કરનારા તબીબોને સજા કરવામાં આવશે અને તેમનું લાયસન્સ પણ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. NMCએ ડૉક્ટર્સને બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહ્યું છે.

નેશનલ મેડિકલ કમિસનના 2 ઓગસ્ટના નોટિફિકેશષનમાં  કહેવામાં આવ્યું  છે કે ભારતમાં દવાઓ પરના ખિસ્સા બહારનો ખર્ચ આરોગ્યસંભાળ પરના જાહેર ખર્ચનો મોટો હિસ્સો છે.

તબીબોએ અત્યારે માત્ર જેનેરિક દવાઓ લખવાની આવશ્યકતા હોય છે. પરંતુ Medical Council of India (MCI) દ્રારા 2002માં બનાવવામાં આવેલા નિયમોમાં કોઇ સજાની જોગવાઇનો ઉલ્લેખ કરવામાં નહોતા આવ્યો. નેશનલ મેડિકલ કમિસનના 2 ઓગસ્ટના નોટિફિકેશનમાં  કહેવામાં આવ્યું  છે કે ભારતમાં દવાઓ પરના ખિસ્સા બહારનો ખર્ચ આરોગ્યસંભાળ પરના જાહેર ખર્ચનો મોટો હિસ્સો છે.

NMCના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે. એટલા જેનેરિક દવાઓ લખવાથી આરોગ્ય સારવારનો ખર્ચ ઘટશે.

બ્રાન્ડેડ જેનરિક દવા એવી છે જે પેટન્ટમાંથી બહાર નીકળી ગઈ છે અને તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ઉત્પાદિત થાય છે અને વિવિધ કંપનીઓના બ્રાન્ડ નામો હેઠળ વેચાય છે. આ દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ આવૃત્તિઓ કરતાં ઓછી ખર્ચાળ હોઈ શકે છે. બ્રાન્ડેડ જેનેરિક દવાઓની કિંમતો પર ઓછું નિયમનકારી નિયંત્રણ છે.

નવા નિયમોમાં કહેવામા આવ્યુ  છે કે દરેક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટિશનર (RMP)એ સ્પષ્ટ રીતે લખેલા જેનેરિક નામોનો ઉપયોગ કરીને દવા લખવી જોઇએ.

જો કોઈ નિયમનું ઉલ્લંઘન થાય છે, તો ડૉક્ટરને નિયમો વિશે વધુ સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી શકે છે અથવા નૈતિકતા, વ્યક્તિગત અને સામાજિક સંબંધો અને વ્યાવસાયિક તાલીમ પર વર્કશોપ અથવા શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સૂચના આપવામાં આવી શકે છે.

બ્રાન્ડેડ દવા અને જેનેરિક દવાઓના તફાવતને જો સામાન્ય ભાષામાં સમજીએ તો જે રસાયણો અને જે ફોર્મ્યુલા દ્રારા દવા બને અને જ્યારે આ દવા મોટી કંપનીઓ તેમનું લેબલ લગાવે એટલે બ્રાન્ડેડ થઇ જાય છે. પરંતુ એ જ દવા સરખી પ્રોસેસ દ્રારા નાની કંપનીઓ બનાવે છે તેને બજારમાં જેનેરિક દવાઓ કહેવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.