બર્ડ ફ્લૂને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને કર્યા એલર્ટ

કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે બર્ડ ફ્લૂ (H5N1)ને લઈને પંજાબ સહિત 9 રાજ્યો માટે એલર્ટ જારી કર્યા છે.  મંત્રાલયના સચિવ અલકા ઉપાધ્યાય દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) વાયરસ ભારતમાં પ્રવેશ કરી ચુક્યો છે.  જે લોકો ચેપગ્રસ્ત ચિકન ખાય છે તેઓ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. 

મંત્રાલય દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'જાન્યુઆરી 2025 થી 9 રાજ્યોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) વાયરસના કેસ નોંધાયા છે, જેમાં સરકારી માલિકીના પોલ્ટ્રી ફાર્મ પણ શામેલ છે.  આ વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.  તમામ સરકારી, કોમર્શિયલ અને બેકયાર્ડ પોલ્ટ્રી ફાર્મોએ બાયોસિક્યોરિટી પગલાંને મજબૂત કરવા પડશે.

Bird Flu
glamour.com

કેન્દ્ર સરકાર વતી એવું કહેવામાં આવ્યું છે કે તમામ સરકારી પોલ્ટ્રી ફાર્મનું શક્ય તેટલું જલ્દી બાયોસિક્યોરિટી ઓડિટ કરવામાં આવે અને ખામીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે.  વધુમાં, બાયોસિક્યોરિટી  પ્રોટોકોલનું કડક પાલન અને અસામાન્ય મૃત્યુદરની સમયસર જાણ થાય તેની ખાતરી કરવા માટે પોલ્ટ્રી ફાર્મના કર્મચારીઓ માટે જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવા જોઈએ.

રાજ્યોને એવિયન ઈન્ફલ્યુએન્ઝા સામે લડવા માટે નેશનલ એક્શન પ્લાનનું કડકપણે પાલન કરવા, ઝડપી રિસ્પોન્સ ટીમોને સક્રિય કરવા અને વેટરનરી અને લેબની સંખ્યામાં વધારો કરવા માટે કહેવામાં આવ્યું છે.  કેન્દ્રએ કહ્યું છે કે આ પગલાં પર તાત્કાલિક ધ્યાન આપવાથી એવિયન ઈન્ફલ્યુએન્ઝાના ફેલાવાને રોકવામાં મદદ મળશે. 

Bird Flu
news-medical.net

બર્ડ ફ્લૂના લક્ષણો

બર્ડ ફ્લૂના લક્ષણો ખાસ કરીને H5N1 જેવા સ્ટ્રેનના કારણએ, અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ ઘણી વખત સામાન્ય ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો સમાન હોય છે.  આંખો લાલ થવી, તાવ, ઉધરસ, થાક, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં દુખાવો, ઉબકા, ઉલટી અને ઝાડા, ગેસ્ટ્રોની સમસ્યા, નાક બંધ કે વહેવું, શ્વાસ લેવામાં તકલીફ એ બર્ડ ફ્લૂના લક્ષણો માનવામાં આવે છે.

કેવી રીતે થાય છે બર્ડ ફ્લૂનો સંક્રમણ?

બર્ડ ફ્લૂ, અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા, મુખ્યત્વે પક્ષીઓને અસર કરે છે, પરંતુ અમુક સંજોગોમાં તે મનુષ્યોને સંક્રમિત કરી શકે છે.  વાયરસ સંક્રમિત પક્ષીઓ અથવા દૂષિત વાતાવરણ સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.  આવા વ્યક્તિઓ ચેપગ્રસ્ત પક્ષીઓને સંભાળે છે અથવા પોલ્ટ્રી ફાર્મ સાથે નજીકના સંપર્કમાં છે તેઓને એવિયન ઈન્ફલ્યુએન્ઝાને સંક્રમિત કરી શકે છે. ચિકનને સારી રીતે રાંધીને ન ખાવાથી પણ આ વાઈરસનો ચેપ માણસોમાં ફેલાઈ શકે છે. 

બર્ડ ફ્લૂને રોકવાના પગલાં

પક્ષીઓને સ્પર્શ કર્યા પછી અથવા બર્ડ ફ્લૂના વાયરસ હોય તેવા વિસ્તારોની મુલાકાત લીધા પછી હંમેશા તમારા હાથને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો.  એવિયન ઈન્ફલ્યુએન્ઝાના સંપર્કમાં આવતા પ્રાણીઓ સાથે સંપર્ક ટાળો.  બર્ડ ફ્લૂના લક્ષણોને અવગણશો નહીં અને તબીબી મદદ લો.  ચિકન અને ઈંડાને બરાબર રાંધીને ખાઓ.  ગંભીર બીમારીના જોખમને ઘટાડવા માટે ફ્લૂની રસી લો.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.