- Infrastructure
- 1400 કરોડની ઓફર નકારી, ભારતમાં પ્લાસ્ટિકના કચરાથી બનાવ્યા રસ્તા
1400 કરોડની ઓફર નકારી, ભારતમાં પ્લાસ્ટિકના કચરાથી બનાવ્યા રસ્તા
કચરાના રૂપમાં આપણી આસપાસ મોજૂદ પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું નુક્સાનદાયી છે એ કોઇનાથી છુપુ નથી. એજ કારણ છે કે દુનિયામાં દરેક સ્તરે એવી કોશિશ કરવામાં આવી રહી છે કે પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરવામાં આવે, જેથી ફરી તેનો ઉપયોગ કરી શકાય. આ દિશામાં મદુરાઇના એક પ્રોફેસરે વર્ષો સુધી કામ કર્યું અને પ્લાસ્ટિક વેઇસ્ટમાંથી રસ્તાઓ બનાવવાનો આઇડ્યા આખી દુનિયાને આપી દીધો. જેને લોકો પ્લાસ્ટિક મેન ઓફ ઈન્ડિયાના નામથી પણ જાણે છે. આ પ્રખ્યાત વ્યક્તિને ભારત સરકારે તેમના કામ માટે પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યા છે.
પ્લાસ્ટિકના કચરામાંથી રસ્તા બનાવનાર આ પ્રોફેસરનું નામ છે રાજગોપાલન વાસુદેવન. જે મદુરાઈની એક કોલેજના કેમેસ્ટ્રી પ્રોફેસર છે. 2002માં તેમણે થિએગરાજાર કોલેજના પરિસરમાં પ્લાસ્ટિકના કચરાથી રસ્તો બનાવ્યો હતો. લગભગ 10 વર્ષની મહેનત પછી તેમની આ ટેક્નિકને માન્યતા મળી.

તેમના આ આઈડિયા વિશે જ્યારે દુનિયાને જાણ થઇ તો વાસુદેવનનો આ આઈડિયા ખરીદવાની કોશિશ થઇ. પણ તેમણે કોઇપણ રીતના પૈસા વિના આ ટેક્નિક ભારત સરકારને સોપ્યો. જેની મદદથી હજારો કિમી સુધીના રસ્તા બનાવાયા છે.
અમેરિકાની 1400 કરોડની ઓફર નકારી
તેમની આ ટેક્નિક ખરીદવા માટે અમેરિકાએ વાસુદેવનને 1400 કરોડ રૂપિયા ઓફર કર્યા હતા. પણ તેમણે આ ઓફર નકારી અને આ આઈડિયા અને ઈનોવેશન વાસુદેવને ભારત સરકારને ફ્રીમાં આપી દીધું.
તેમના આ આઈડિયાથી પ્રેરિત થઇને માર્ગ પરિવહન મંત્રાલયે એક મિશન શરૂ કર્યું. જેના હેઠળ પ્લાસ્ટિકના કચરાના મેનેજમેન્ટ માટે દેશમાં 26 હજાર લોકોને અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા. ભારતમાં પહેલાથી જ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનેલ લગભગ 100000 કિમીના રસ્તા મોજૂદ છે.

આખી દુનિયા કરે છે આ ટેક્નિકનો ઉપયોગ
ભારત જ નહીં બલ્કે દુનિયાભર તેમની આ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. ઈન્ડોનેશિયાના બાલી, સર્બિયા, બેકાસી, મકસાર સહિત ઘણી જગ્યાએ પ્લાસ્ટિક-ડામર મિશ્રણનો ઉપયોગ કરીને રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.
નેધરલેન્ડમાં સાઇકલ ચલાવનારાઓ માટે ડચ કંપની વર્કર સેલ દ્વારા પ્લાસ્ટિકના રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કડીમાં યૂકે જાહેર કરી ચૂક્યું છે કે તે પ્લાસ્ટિક રોડ ટેક્નિકના પરીક્ષણ માટે 1.6 મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે.

