સ્વિમિંગ પુલમાં પુરુષોની જેમ મહિલાઓ પણ ટોપલેસ થઇ શકશે, આ દેશમાં મંજૂરી

પુરુષોના ચહેરા પર ખુશની લહેર આવી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સ્વિમિંગ પુલમાં પુરુષોની જેમ મહિલાઓ પણ ટોપલેસ થઇ શકશે. જોજો, બહુ ખુશ ન થઇ જતા, આ આપણી  સરકારે નિર્ણય નથી લીધો, વિદેશની વાત છે.

એક દેશની વાત છે જ્યાં એક મહિલાએ માત્ર એવી ફરિયાદ કરી કે સ્વિમિંગ પુલમાં લિંગ ભેદ ન હોવો જોઇએ અને મહિલાઓને પણ પુરુષોની જેમ ટોપલેસ થવાની પરવાનગી મળવી જોઇએ. આ મહિલાની ફરિયાદને આધારે એ દેશની સરકારે સ્વિંમિંગ પુલમાં મહિલાઓને ટોપલેસ થવાની પરવાનગી આપી દીધી છે.

જર્મનીની રાજધાની બર્લિનની રાજ્ય સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે, હવે મહિલાઓને હવે જાહેર તરણ કુંડમાં ટોપલેસ થવાની પરવાનગી આપવામાં આવશે. એક મહિલાએ સ્વિંમિંગ પુલમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેના ભેદભાવની ફરિયાદ કરી હતી અને સરકારે તરત નિર્ણય કરી લીધો  છે.

બર્લિન સેનેટ ફોર જસ્ટિસ, ડાયવર્સિટી એન્ડ એન્ટી ડિસ્ક્રિમિનેશનએ જણાવ્યું હતું કે એક અજાણી મહિલાએ સેનેટના લોકપાલની ઓફિસમાં ફરિયાદ કરી હતી. મહિલાએ માંગણી કરી હતી કે, પુરુષોની જેમ મહિલાઓને પણ ટોપલેસ સ્વિમિંગ કરવાનો અધિકાર મળવો જોઈએ. સ્વિમિંગ પૂલમાં તેની સાથે લિંગના આધારે કોઈ ભેદભાવ ન થવો જોઈએ. મહિલાની ફરિયાદ પર ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી અને આખરે સ્વિંમિંગ પુલમાં મહિલાઓને પણ ટોપલેસ થવાની મંજૂરી આપવામાં આવી છે.

સેનેટે કહ્યુ કે, શહેરના સાર્વજનિક પુલના સંચાલક બર્લિનર બેડરબેટ્રીબેએ કપડાં સાથે જોડાયેલા નિયમો બદલવાનો નિર્ણય કર્યો છે. લોકપાલ પ્રમુખ લિબશેરે કહ્યું કે લોકપાલનું કાર્યાલય બેડરબેટ્રીબેના નિર્ણયનું ખૂબ સ્વાગત કરે છે. આ નિર્ણય તમામ બર્લિનવાસીઓ માટે સમાન અધિકારો સ્થાપિત કરે છે. અમે સ્ત્રી અને પુરુષ વચ્ચેના કોઈપણ પ્રકારના ભેદભાવને સમર્થન આપતા નથી.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ, બર્લિનમાં મહિલાઓને આ પહેલા ખુલ્લેઆમ સ્વિમિંગ પુલમા સ્નાન કરવા પર પ્રતિબંધ હતો. નિયમનું ઉલ્લંઘધન કરનાર મહિલાને સ્વિમિંગ પુલમાંથી બહાર કરી દેવામાં આવતી હતી અને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાતો હતો. મહિલાઓએ જો વધારે ખુલ્લા કપડાં પહેર્યા તો તેમને શરીર ઢાંકવા માટે કહેવામાં આવતું હતું. હવે બર્લિન સરકારે મહિલાઓને સ્વિંમિંગ પુલમાં પુરુષોની જેમ ટોપલેસ થવાની પરવાનગી આપી દેવામાં આવી છે.

 જો કે, આ નિયમો ક્યારથી શરૂ થવાના છે તે વિશે હજુ જાણકારી મળી નથી.

Top News

મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
Gujarat 
મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
Business 
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
National 
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Entertainment 
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.